Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાયુ / વાવાઝોડાની અસર શરૂ, 20 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા, નર્મદામાં 2ના વીજળી પડતા મોત

વાવાઝોડાની અસર શરૂ, 20 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા, નર્મદામાં 2ના વીજળી પડતા મોત

જેમ-જેમ ચક્રવાત વાયુ નજીક આવી રહ્યું છે તેમ તેમ સ્થિતિ ખરાબ બનતી જઈ રહી છે. આફત આવી રહી છે તેનો સામનો કરવા માટે લોકો તૈયાર રહે. સોમનાથ મંદિર અને તેની આસપાસ જોરદાર પવન ફુંકાય રહ્યો છે. પવનની ગતિને જોતા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.

વાયુ વાવાઝોડાની અસર વલસાડમાં થઇ તિથલના આસપાસના વિસ્તારમાં વરસાજ પડી રહ્યો છે. તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જ્યારે અમરેલીના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર થયો છે.
 

જાફરાબાદ બંદરે 20 ફૂટથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જ્યારે સોમનાથમાં પણ વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. તેજ પવન ફૂંકાતા દુકાનોના છાપરા ઉડી રહ્યા છે. જ્યારે ગીરસોમનાથના સૂત્રાપાડા તાલુકાનું વડોદરા-ઝાલા બંદર પણ ખાલી કરી દેવાયું છે અને સૂત્રાપાડાના 200થી વધારે માછીમાર પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,  ભરૂચના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભરૂચમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે વાયુ વાવાઝોડાને લઇ જૂનાગઢ મંદિરમાં ફૂડ પેકેટ્સ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. તો વાવાઝોડાની ગંભીરતાને જોતા પોરબદરના બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવાયું છે. સાથે જ અમદાવાદથી સૌરાષ્ટ્ર જઇ રહેલી 100થી વધુ બસોને રદ કરી દેવાઇ છે.

વિમાન મારફતે NDRFની 7 ટીમો ગુજરાત પહોંચી છે. IAFએ NDRFની ટીમને જામનગર અને અમદાવાદ સુધી એરલીફ્ટ કરાઈ છે. ચેન્નઇથી 6 ટીમો જામનગર એરલીફ્ટ કરાઇ છે જ્યારે પટનાથી એક ટીમ અમદાવાદ એરલીફ્ટ કરાઇ છે.

ગીર સોમનાથના 6 તાલુકાઓમાં લોકોનું સ્થળાંત્તર
ગીર સોમનાથના 6 તાલુકાઓમાં 18058 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વેરાવળમાં 4205, સુત્રાપાડામાં 2870, કોડીનારમાં 4134, ઉનામાં 6665, ગીર ગઢડામાં 184 લોકોનુ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હજુ પણ સ્થળાંતર પ્રકિયા ચાલુ છે.

સોમનાથ મંદિરમા જોરદાર પવન ફુંકાયા
વાયુ વાવાઝોડા પહેલા ગીર સોમનાથ જિલ્લામા પવન ફુંકાયો છે. વાવાઝોડા પહેલા સોમનાથ મંદિરમા જોરદાર પવન ફુંકાયા છે. સોમનાથ મંદિરના આસપાસ જોરદાર પવન ફુંકાતા મંદિરના ટ્રસ્ટીઓએ શ્રધ્ધાળુઓને સલામત સ્થળે પહોંચાડયા છે.

જામનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ
જામનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. કાળા ડિબાંગ વાદળો છવાયા આકાશમાં છવાયા છે. અસહ્ય બફારા વચ્ચે વરસાદ શરૂ થયો છે. પવનની તેજ ગતિ વચ્ચે વરસાદ શરૂ થયો છે. રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા છે.

નવસારીમાં વાયુ વાવાઝોડાની અસર 
નવસારીમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. ભારે પવન સાથે ધૂળની ડંમરીઓ ઉડી રહી છે. દરિયાઓ તોફાની બને એવી શક્યતાઓ વધી ગઇ છે.

નર્મદા જિલ્લામા વિજળી પડતા 2 લોકોના મોત
આ તરફ નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. તો વાવાઝોડાની જેમ પવન પણ ફૂંકાય રહ્યો છે. નર્મદામાં વીજળી પડતા બે લોકોના મોત પણ થયાના સમાચાર મળી રહ્યા છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા તંત્રને અલર્ટ કરાયું છે. તો લોકોને પણ ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરાઈ છે.

વડોદરામાં વાદળો ઘેરાયા
રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે વડોદરાના અમૂક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. રાત્રે ભારે વરસાદની આગાહી દર્શાવાઈ રહી છે.

વલસાડમાં  તિથલના દરિયા કિનારે NDRFની ટીમ પહોંચી
વાયુ વાવાઝોડાને લઈને વલસાડમાં તિથલના દરિયા કિનારે NDRFની ટીમ પહોંચી છે. જ્યાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. મળતી માહિતી મુજબ તિથલના દરિયા કિનારે વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાની અસરને કારણે દરિયા તરફથી ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેને લઈને તિથલના દરિયા કિનારા પરના સ્ટોલ ધારકોએ સામાન સમેટવાની શરૂઆત કરી. તો પોલીસે પણ સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર કર્યા.

મહત્વનું છે કે, હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ 13 જૂન વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યે 165 કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે.

ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર અને સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. તેમજ 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. આમ, આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.

કંટ્રોલરૂમ નંબરની યાદી.

ગાંધીનગર કંટ્રોલ રૂમ
079 23276943
07923276944

સૌરાષ્ટ્ર કંટ્રોલ રૂમ
0281 2239685
0281 2237500

હેલ્પ લાઇન નંબર:

 • ગીર સોમનાથ - 02876-285063/64 
 • વેરાવળ - 02876- 244299 
 • તલાળા - 02877- 222222
 • સૂત્રાપાડા - 02876-263371
 • કોડિનાર - 02895- 221244 
 • ઉના - 02875-222039 
 • ગીર ગઢડા - 02875-243100
 • દ્વારકા - 02833 - 232125
 • જામનગર - 0288 - 2553404
 • પોરબંદર - 0286 - 2220800
 • દાહોદ - 02673 - 239277
 • નવસારી - +91 - 2637 259 401
 • પંચમહાલ - +91 2672 242 536
 • છોટા ઉદેપુર - +91 2669 233 021
 • કચ્છ - 02832 - 250080
 • રાજકોટ - 0281 - 2471573
 • અરવલ્લી - +91 2774 250 221
Weather update Vayu Cyclone cyclone vayu live updates cyclone gujarat news

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ