Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અસર / સંભવિત વાવઝોડાને પગલે કેટલીક ટ્રેન તથા ફ્લાઇટ કરાઇ રદ્દ, જાણો સમગ્ર વિગત

સંભવિત વાવઝોડાને પગલે કેટલીક ટ્રેન તથા ફ્લાઇટ કરાઇ રદ્દ, જાણો સમગ્ર વિગત

અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડું વાયુ ગુજરાત તર આગળ વધી રહ્યું છે. આ સાથે જ તે મહારાષ્ટ્ર તરફ પણ તે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર 13 જૂનના રોજ તે ગુજરાતના વેરાવળ, પોરબંદર તથા કચ્છના દરિયા કાઁઠે આવી પહોંચશે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, વાવાઝોડાને પગલે ટ્રેન તથા ફ્લાઇટને અસર પહોંચી હતી. 

પશ્ચિમ રેલવેના કેટલાક રૂટને અસર, ટ્રેન કરાઇ રદ્દ
વાવાઝોડાની ગંભીરતાને જોતા પશ્ચિમ રેલવે દ્વારા કેટલાક રુટ રદ્દ કરવામાં આવ્યા છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ તથા ગાંધીધામ સ્ટેશોની તરફ સાંજે 6 વાગ્યા બાદ 14 તારીખની સવાર સુધી જતી તમામ પેસેન્જર, મેલ તથા એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન લોકોને રેસ્ક્યૂથી મદદ પહોંચાડવા માટે કેટલાક સ્ટેશનો પર સ્પેશ્યલ ટ્રેન હાજર રાખવામાં આવી છે. 

આ સાથે જ વેરસ્ટર્ન રેલવેએ લોકોને આ આફતથી સ્થળાંતરણ કરવા માટે બુધવારના રોજ ઓખા સ્ટેશનથી ખાસ 2 ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ માટે સાંજે 5.45 કલાકે તથા અમદાવાદ તરફ સાંજે 8.05 કલાકે ટ્રેન રવાના કરવામાં આવશે.

ફ્લાઇટ સેવા પર અસર
ચક્રવાત વાયુની અસર હવાઇ સેવાને પણ થઇ છે. અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી કેટલાક સ્થળો પર જવા માટે ઉપડનારી વિમાની સેવાઓ પર બ્રેક લગાવવામાં આવી હતી. પોરબંદર, દીવ, કાંધલા, મુંદ્રા તથા ભાવનગર તરફ જનારી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. 

સોમનાથ નજીક ફૂંકાયો જોરદાર પવન
જેમ-જેમ ચક્રવાત વાયુ નજીક આવી રહ્યું છે તેમ તેમ સ્થિતિ ખરાબ બનતી જઈ રહી છે. આફત આવી રહી છે તેનો સામનો કરવા માટે લોકો તૈયાર રહે. સોમનાથ મંદિર અને તેની આસપાસ જોરદાર પવન ફુંકાય રહ્યો છે. પવનની ગતિને જોતા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.

ગોમતીઘાટ કરાવાયો ખાલી
વાયુ વાવાઝોડાને લઇ મોરબીના જુમવાડી ગામના 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઇ દ્વારકાનું ગોમતીઘાટ પ્રથમ વખત ખાલી કરવામાં આવ્યું છે. દ્વારકાના ગોમતીઘાટ પર હોમગાર્ડ, પોલીસ અને એસઆરપીના જવાનોને તહેનાત કરાયા છે. 

તો ઉનાના દરિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને ઉનાના નવા બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ સુરતની તો વાયુ વાવાઝોડાને લઇ SRPના 95 જવાન અને NDRFના 30 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

કંટ્રોલરૂમ નંબરની યાદી.

ગાંધીનગર કંટ્રોલ રૂમ
079 23276943
07923276944

સૌરાષ્ટ્ર કંટ્રોલ રૂમ
0281 2239685
0281 2237500

હેલ્પ લાઇન નંબર:

ગીર સોમનાથ - 02876-285063/64 
વેરાવળ - 02876- 244299 
તલાળા - 02877- 222222
સૂત્રાપાડા - 02876-263371
કોડિનાર - 02895- 221244 
ઉના - 02875-222039 
ગીર ગઢડા - 02875-243100
દ્વારકા - 02833 - 232125
જામનગર - 0288 - 2553404
પોરબંદર - 0286 - 2220800
દાહોદ - 02673 - 239277
નવસારી - +91 - 2637 259 401
પંચમહાલ - +91 2672 242 536
છોટા ઉદેપુર - +91 2669 233 021
કચ્છ - 02832 - 250080
રાજકોટ - 0281 - 2471573
અરવલ્લી - +91 2774 250 221

Cyclone Vayu cyclone vayu latest news cyclone vayu live updates gujarat

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ