વાયુ / વાવાઝોડાંને લઇને હાઇઅલર્ટઃ સરકાર અધિકારીઓ સાથે સંપર્કમાં, જાણો ક્યાં છે કેવી પરિસ્થિતિ?

Cyclone Vayu Latest Updates

વાયુ વાવાઝોડાને લઇ મોરબીના જુમવાડી ગામના 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઇ દ્વારકાનું ગોમતીઘાટ પ્રથમ વખત ખાલી કરવામાં આવ્યું છે. દ્વારકાના ગોમતીઘાટ પર હોમગાર્ડ, પોલીસ અને એસઆરપીના જવાનોને તહેનાત કરાયા છે. તો ઉનાના દરિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને ઉનાના નવા બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ સુરતની તો વાયુ વાવાઝોડાને લઇ SRPના 95 જવાન અને NDRFના 30 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ