Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાયુ / વાવાઝોડાંને લઈને ગુજરાત ટૅન્શનમાં પરંતુ અહીં તંત્ર અને નાગરિકો ખુદ બેદરકાર

વાવાઝોડાંને લઈને ગુજરાત ટૅન્શનમાં પરંતુ અહીં તંત્ર અને નાગરિકો ખુદ બેદરકાર

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ભયાનક વાવાઝોડામાં પરિવર્તીત થઈ રહ્યું છે. જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યાં છે તેમ તેમ રાજ્ય અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. રાજ્ય પર આક્રમણ કરવા જાણે ધસી આવતું વાયુ નામનું વાવાઝોડું રાજ્યનાં નાગરિકોમાં ચિંતા વધારી રહ્યું છે. વાવાઝોડાનાં આગમનની છડી પોકારતા દરિયાનાં આ મોજાં હાલમાં મનોહર નહીં પર કહેરના સંકેત જેવા લાગી રહ્યાં છે. માછીમારોએ દરિયો છોડી કિનારે પોતાની નાવડીઓ લાંગરી દીધી છે. તો સામાન્ય લોકો વાવાઝોડાં પહેલાં સલામત સ્થળ શોધી રહ્યાં છે.

Cyclone vayu

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ભયાનક વાવાઝોડામાં પરિવર્તીત થઈ રહ્યું છે. જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યાં છે તેમ તેમ રાજ્ય અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. રાજ્યમાં લોકોનો ઉચાટ વધી રહ્યો છે અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ કામગીરી પાર પાડવા શક્ય તેટલી તૈયારી કરાઈ રહી છે. પરંતુ તેમ છતાં ક્યાંક નાગરિકો સૂચનાઓનું  ઉલ્લંઘન કરતા જોવા મળ્યાં છે તો કયાંક ખુદ તંત્ર હજુ ઘોરી રહ્યું હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યાં છે. તો  બચાવ તૈયારી વચ્ચે હજુ તંત્ર ક્યાં વર્તી રહ્યું છે લાપરવાહી તે જોઈએ આ અહેવાલમાં.

રાજ્ય પર આક્રમણ કરવા જાણે ધસી આવતું વાયુ નામનું વાવાઝોડું રાજ્યનાં નાગરિકોમાં ચિંતા વધારી રહ્યું છે. વાવાઝોડાનાં આગમનની છડી પોકારતા દરિયાનાં આ મોજાં હાલમાં મનોહર નહીં પર કહેરના સંકેત જેવા લાગી રહ્યાં છે. માછીમારોએ દરિયો છોડી કિનારે પોતાની નાવડીઓ લાંગરી દીધી છે. તો સામાન્ય લોકો વાવાઝોડાં પહેલાં સલામત સ્થળ શોધી રહ્યાં છે. તો બીજી તરફ વાવાઝોડાથી શક્ય તેટલી ખુવારીથી બચવા તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે.

પોલીસ, એનડીઆરએફ ટીમ, કોસ્ટગાર્ડનાં જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. જો કે તેમ છતાં હજુ અનેક ઠેકાણે નાગરિકો તંત્રની સૂચનાને અવગણીને પોતના જીવને જોખમમાં મૂકી રહ્યાં હોય તેવાં દ્રશ્યો જોવાં મળી રહ્યાં છે અને તંત્ર પણ લોકો સાથે કામ પાર પાડવામાં લાપરવાહી વર્તતું હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યો દ્વારકામાં તંત્ર દ્વારા એલર્ટની ઐસી તૈસી કરાઈ રહ્યાં હોવાનું પ્રમાણ છે. એલર્ટ વચ્ચે પણ દ્વારકામાં ગોમતીઘાટે લોકો ન્હાતા નજરે પડ્યાં હતાં. તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સૂચના અપાઇ છે કે, લોકોને દરિયાથી દૂર રાખવા છતાં દ્વારકામાં ગોમતી ઘાટથી શ્રદ્ધાળુઓને દૂર રાખવા તંત્ર નિષ્ફળ રહ્યું છે.

cyclone vayu gujarat

માત્ર દ્વારકાનાં દરિયાકિનારે તંત્ર એલર્ટને હળવાશથી લઈ રહ્યું છે એવું નથી. આ દ્રશ્યો સુરતનાં ઉભરાટ બીચનાં છે. એક તરફ રાજ્યમાં વાવાઝોડું ત્રાટકવાની ગંભીર સમસ્યા છે ત્યારે બીજી તરફ સેકડો સહેલાણીઓ બિન્દાસ્ત રીતે દરિયામાં મોજમસ્તી કરી રહ્યાં છે. ડુમ્મસનાં બંને બીચ પોલીસે સહેલાણીઓ માટે બંધ કરી દીધાં છે. જ્યારે ઉભરાટ બીચ ઉપર સહેલાણીઓને કોઈ રોકતું નથી. એક તરફ વાયુ વાવાઝોડાંને લઈને સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર છે. ત્યારે ઉભરાટનાં બીચ પરથી લોકોને દૂર કરવામાં તંત્ર ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. એક મોટી આપત્તિ રાજ્યનાં દરવાજે ટકોરા મારી રહી છે ત્યારે તંત્ર લોકો પાસે આદેશનું પાલન કરાવવા જાણે વામણું પુરવાર થયું હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યાં છે.

માત્ર નાગરિકોને દરિયાથી દૂર રાખવામાં જ ઢીલાશ રાખવામાં આવી રહી છે તેવું નથી. અનેક ઠેકાણે હજુ પણ તંત્ર દ્વારા આગાહીની અવગણના કરવામાં આવી રહી હોય તેવું જોવાં મળ્યું છે. વાયુ વવાઝોડાની આગાહીનાં પગલે VTVની ટીમ જામનગરનાં સચાણા બંદરે પહોંચી હતી. જ્યાં તંત્રની સબ તૈયારીના દાવાની પોકળતા ઊઘાડી પડી હતી. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોવા છતા ફિશરીજ ઓફિસ તાળા મારેલી હાસલતમાં જોવા મળી છે.

વહીવટી તંત્ર અહીં પહોંચ્યું નથી. સચાણા બંદરેથી માછીમારી કરવા ગયેલી 300 બોટ પરત ફરી છે. ત્યારે બંદર પર બોટોને લાંગરવા માટે પૂરતી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરી શકાઈ નથી પરિણામે દરિયાકાંઠે બોટનો ખડકલો થયો છે. આપત્તિ વ્યવસ્થાપનની મોટી મોટી વાતો વચ્ચે તંત્રમાં વહીવટી આયોજનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જો કે કુદરતી આપત્તિ સામે જાનમાલના રક્ષણ માટે સાવધ બની રહેવું તે માત્ર તંત્રની જ જવાબદારી નથી. નાગરિકોએ પણ કુદરતી આપત્તિનાં સમયે તંત્ર સાથે સંકલમાં રહીને ખુવારીનો ઓછામાં ઓછો ભોગ બનવા નિયમોનું શિસ્તપૂર્વક પાલન કરવું જરૂરી છે.

 

 

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ