બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cyclone Tauktae Gujarat : Deep depression to intensify into cyclonic storm in 12 hours: IMD

સંકટ / ગુજરાત તરફ વધી રહ્યું છે વાવાઝોડું, સૌરાષ્ટ્ર-કચ્છમાં તબાહીની આશંકા, IMDએ જાહેર કર્યુ અલર્ટ

Parth

Last Updated: 08:23 AM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMDએ કહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 18 મેના રોજ અત્યંત ભારે વરસાદ પડી હકે છે.

  • ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ
  • આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ મજબૂત બનશે 
  • તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું
  • વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી 1010 કિલોમીટર દૂર
  • 18 મેના ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે

ગુજરાત પર તૌકતેનું સંકટ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે આજે 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 16 મેથી દરિયામાં વાવાઝોડું સર્જાઇ શકે છે અને 16 થી 19 મે સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જો વાવાઝોડું ગુજરાતને અથડાય તો 100 કિમી કરતા વધુ ઝડપે પવન ફુંકાઇ શકે છે જેના દરિયાકાંઠા વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં NDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે અને 29 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતની સાથે 4 રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. 

અનેક જિલ્લામાં અલર્ટ જાહેર

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી. જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો, સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે. 

મ્યાનમારે આપ્યું છે આ વાવાઝોડાનું નામ 

IMDએ કહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 18 મેના રોજ અત્યંત ભારે વરસાદ પડી હકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમારે આપેલું છે જેનો અર્થ થાય છે ગરોળી. નોંધનીય છે કે ભારતીય તટ પર આ વર્ષનું આ પહેલું વાવાઝોડું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone in Gujarat gujarat tauktae cyclone ગુજરાત તૌકતે tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ