બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cyclone Mocha will bring devastation Two states on high alert know where

Cyclone Mocha / વાવાઝોડું મોચા લાવશે તબાહી? બે રાજ્યો હાઈઍલર્ટ પર, જાણો ક્યાં ક્યાં છે ખતરો

Megha

Last Updated: 10:14 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Mocha: IMDના મહાનિર્દેશકે જણાવ્યું કે 9 મેની આસપાસ ચક્રવાતી તોફાન માટે અનુકૂળ રહેવાનો સંકેત આપવામાં આવ્યો પણ ઝડપ અને તીવ્રતા 7 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારની રચના પછી નક્કી કરી શકાશે.

  • ગરમીનો મહિનો કહેવાતા મે મહિનાની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે
  • બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા
  • માછીમારોને આ વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી

Cyclone Mocha: હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ છે અને આ વખતે ગરમીનો મહિનો કહેવાતા મે મહિનાની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે થઈ છે. એવામાં આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા છે. જણાવી દઈએ એક ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને હવામાન પ્રણાલી 8 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારમાં કેન્દ્રિત થવાની અને 9 મેના રોજ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે ચક્રવાત મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધવાની અપેક્ષા છે.

નોંધનીય છે કે બુધવારે માહિતી આપતા હવામાન વિભાગના કાર્યાલયે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળી આવ્યા છે. જેના કારણે માછીમારોને આ વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. IMDના વડાએ કહ્યું કે ચક્રવાતના કિસ્સામાં પ્રદેશમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત મોચા રાખવામાં આવ્યું છે. 

આ સાથે જ IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આંકડાકીય મોડલ મુજબ 9 મેની આસપાસ ચક્રવાતી તોફાન આવે એવા સંકેત આપવામાં આવ્યા છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે ચક્રવાતની ગતિ અને તીવ્રતા 7 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારની રચના પછી નક્કી કરી શકાશે. ઓડિશાના દરિયાકાંઠે તેની સંભવિત અસર વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ કહ્યું કે તેના માટે અથવા પૂર્વ કિનારે અન્ય કોઈ સ્થાન માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

આ વિશે આગળ જણાવતા એમને કહ્યું કે ચક્રવાત વિશે માહિતી આપવાનો હેતુ માછીમારો અને શિપિંગ સાથે જોડાયેલા લોકોને ચેતવણી આપવાનો છે. જો કે લોકોએ ગભરાવાની જરૂર નથી.  મે અને જૂન મહિનાને ઉનાળાના ચક્રવાત માટે ગણવામાં આવે છે, જ્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસાના ચક્રવાત મહિનાઓ છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને 18 દરિયાકાંઠાના અને નજીકના જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને 11 વિભાગોના અધિકારીઓને પહેલેથી જ ચેતવણી આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Mocha IMD forecast Mocha Cyclone મોચા વાવાઝોડું Cyclone Mocha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ