બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / cyclone michaung landfall expected on monday imd issue red alert in tamil nadu 18 ndrf teams on alert

હવામાન આગાહી / દેશમાં મિચોંગ વાવાઝોડું વેરશે વિનાશ: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ, સ્કૂલોમાં રજા જાહેર, ચક્રવાતના 10 'તોફાની' અપડેટ

Dinesh

Last Updated: 04:59 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cyclone michaung: IMDની આગાહી અનુસાર મિચોંગ ચક્રવાતના કારણે સમગ્ર વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

  • મિચોંગ ચક્રવાતને લઈ IMDનો એલર્ટ
  • નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકારાશે વાવાઝાડું 
  • કરાઈકલ અને યાનમની શાળામાં રજા જાહેર કરાઈ


IMD Forecast Cyclone Michaung: બંગાળની ખાડી પર ચક્રવાત મિચોંગ બની રહ્યું છે, તે સોમવારે સવારે ચેન્નાઈથી નીકળીને નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. IMD અનુસાર આ તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને જોતા તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અહીં 21 સેમી અથવા તેનાથી વધુ ભારે વરસાદ થઈ શકે છે.

તેજ વાવાઝોડા અંગે દેશના હવામાન વિભાગનું એલર્ટ, આ દિશા તરફ વધ્યું આગળ,  ગુજરાતને કેટલો ખતરો? | The intensity may turn into a severe cyclonic storm  The meteorological department has ...

શાળાઓમાં રજા જાહેર કરાઈ
અધિકારીઓએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે પુડુચેરી, કરાઇકલ અને યાનમ પ્રદેશોની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરી અને તેના બહારના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જોકે શુક્રવારે ચોમાસું ઓછું થયું હતું.

ચક્રવાતને લઈ અપડેટ
1. IMDએ તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આ સિસ્ટમ 2 ડિસેમ્બરે ડીપ પ્રેશરમાં ફેરવાઈ શકે છે અને બીજા દિવસે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

2. ચક્રવાત મિચોંગ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

3. આ વાવાઝોડાને કારણે આગામી 48 કલાકમાં ચેન્નાઈમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

4.  પુડુચેરી વહીવટી તંત્રએ કરાઈકલ અને યાનમ ક્ષેત્રની તમામ શાળાઓમાં 4 ડિસેમ્બરે રજા જાહેર કરી છે.

5. 5 ડિસેમ્બરના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.

6. NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો પૂરી પાડી છે અને 10 વધારાની ટીમો તૈનાથ કરાઈ છે.

7. આ વાવાઝોડાને કારણે 3 ડિસેમ્બરે ઓડિશાના કોરાપુટ, રાયગડા, ગજપતિ, ગંજમ, પુરી અને જગતસિંહપુરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

8. 5 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

9. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને અધિકારીઓને ચક્રવાતથી પ્રભાવિત થઈ શકે તેવા સ્થળોએથી લોકોને બહાર કાઢવા સહિત સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

10. આ ચક્રવાત માટે મિચાઉંગ નામ મ્યાનમાર દ્વારા સૂચવવામાં આવ્યું છે. આ વર્ષે, આ હિંદ મહાસાગરમાં છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

18 ndrf teams Cyclone Michaung IMDનો એલર્ટ મિચોંગ ચક્રવાત વાવાઝોડાની આગાહી IMD Forecast Cyclone Michaung
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ