બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Cyclone Michaung: 2 dead in Chennai amid heavy rain, no flights till 11 pm

કુદરતી પ્રકોપ / ભયાનક ગતિથી ટકરાશે મિચૌંગ વાવાઝોડું, પાણીમાં ડૂબ્યાં આ રાજ્યો, રમકડાંની જેમ તણાવા લાગી ગાડીઓ

Hiralal

Last Updated: 07:31 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું તોફાન મિચૌંગ આખરે તામિલનાડુના તટિય વિસ્તારોમાં ટકરાઈ ગયું છે.

  • તામિલનાડુ અને આંધ્રમાં ટકરાયું વાવાઝોડું મિચૌંગ
  • આખું ચેન્નઈ શહેર થયું પાણી પાણી, 2થી વધુ લોકોના મોત
  • હવે આંધ્ર પર ખતરો

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું સોમવારે સવારે તામિલનાડુના તટ સાથે ટકરાયું હતું. તામિલનાડુમાં રાજધાની ચેન્નઈ વાવાઝોડાનો સૌથી વધારે ભોગ બની છે. આખું ચેન્નઈ શહેર પાણી પાણી થયું છે. ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે.

વાહનો પાણીમાં વહી ગયા 
તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ વાહનો પાણીમાં વહી ગયા છે. કેટલેક ઠેકાણે ગાડીઓ રમકડાં જેમ પાણીમાં તરીને જતી દેખાતી હતી. 

આંધ્ર તરફ ઉપડ્યું વાવાઝોડું
તામિલનાડુમાં તબાહી મચાવ્યાં બાદ મિચૌંગ આંધ્ર તરફ ઉપડ્યું છે. હવામાન વિભાગે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે.

પીએમ મોદીએ રાજ્ય સરકાર સાથે વાત કરી 
પીએમ મોદીએ કહ્યું કે તેઓ ચક્રવાત 'મિચોંગ'ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેનો રદ કરી છે. પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણી જીત પરના તેમના સંબોધન દરમિયાન, પીએમએ કહ્યું, "ચક્રવાત 'મિચોંગ' પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે.

ગુજરાતમાં પણ વરસાદની આગાહી
મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાત પર પણ વર્તાઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ બે ત્રણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Michaung Cyclone Michaung news Cyclone Michaung update મિચૌંગ વાવાઝોડું Cyclone Michaung
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ