ચક્રવાત 'મહા' / ગુજરાત માટે રાહતના સમાચાર, સૌરાષ્ટ્ર દરિયા કિનારાને અસર નહીં કરે વાવાઝોડુ

Cyclone maha Live update in Gujarat

મહા વાવાઝોડાની ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે આર્મી,નેવી અને એરફોર્સની ય મદદ લીધી છે. આર્મીની 10 કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે એરફોર્સના 10 હેલિકોપ્ટર આકસ્મિક મદદ માટે સજજ કરાયાં છે. મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ