બ્રેકિંગ ન્યુઝ
VTV / cyclone jawad know about all andhra pradesh and odisha preparations
Dharmishtha
Last Updated: 07:53 AM, 4 December 2021
ADVERTISEMENT
NDRFએ પોતાની 64 ટીમ તૈયાર રાખી
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે પોતાની 64 ટીમ તૈયાર રાખી છે. જવાદના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 4 ડિસેમ્બરે થનારી યુજીસી નેટ પરીક્ષાનું શિડ્યુલ પણ બદલાઈ ગયુ છે. હવે આ પરિક્ષાઓ 5 ડિસેમ્બરે થશે. આ ઉપરાંત રેલવેએ પોતાની 107 ટ્રેનો કેન્સલ કરી નાંખી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠાના વિસ્તારોમાંથી પસાર થનારી ટ્રેન છે. જેમાં અપમાં 54 ટ્રેનો જ્યારે ડાઉનમાં 53 ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યના 30માંથી 19 જિલ્લામાં સ્કૂલો બંદ રાખવાનો આદેશ
ઓડિશા સરકારે રાજ્યના 30માંથી 19 જિલ્લામાં સ્કૂલો બંદ રાખવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપાડા જિલ્લાના ડીએમને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આશંકિત જગ્યાઓથી નિકળી સુરક્ષિત જગ્યાઓ પર પહોંચે.
80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી શકે છે
એક મીડિયા રિપોર્ટ મુજબ ઓડિશાના વિશેષ રાહત આયુક્ત પીકે જેનાએ જણાવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ચક્રવાત રવિવારે પુરીના કાંઠે એન્ટ્રી કરી શકે છે. આ દરમિયાન 80થી 100 કિલોમીટર પ્રતિઘંટાની સ્પીડથી હવા ચાલી શકે છે.
આ છે એનડીઆરએફની તૈયારી
NDRFના મહાનિર્દેશક (ડીજી) અતુલ કરવાલે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં 46 દળ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે 18 દળોને તૈયાર રાખવામાં આવ્યા છે. NDRFની એક ટીમે લગભગ 30 કર્મી હોય છે. NDRFની કુલ 46 ટીમોને ઓડીસા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ મેકલવામાં આવી છે. કોઈ પણ દળને એરલિફ્ટ કરવાની સ્થિત ઉત્પન્ન થવા પર #IDS એલર્ટ પર છે. 18 અન્ય ટીમો સ્ટેન્ડબાય પર છે.
આંધ્રમાં એલર્ટ
તોફાનના ચાલતા આંધ્ર સરકારે 3 ઉત્તરના કાંઠા જિલ્લામાં અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 3થી 5 ડિસેમ્બરની વચ્ચે માછીમારો પણ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે. શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં આજ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
પરિક્ષાઓ રિશિડ્યૂલ
જવાદના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 4 ડિસેમ્બરે પ્રસ્તાવિત યૂજીસી-નેટ પરિક્ષાઓના શિડ્યૂલ બદલી દેવામાં આવ્યા છે. હવે આ પરિક્ષાઓ 5 ડિસેમ્બરે થશે. પરિક્ષાઓથી સંબંધિત જાણકારી જલ્દી અપલોડ કરી દેવામાં આવશે. કેબિનેટ સચિવ રાજીવ ગાઉબાએ શુક્રવારે ચક્રવાતને પહોચી વળવા માટે તમામ તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.