વાવાઝોડું / ગુજરાતમાં મંડરાતા વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ, આ જિલ્લાઓના બંદર પર 1 નંબરનું સિગ્નલ

cyclone hikka gujarat alert weather forecast

ગુજરાતમાં હીકા વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબ સાગરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે 1 જૂને લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે. રાજ્યમાં વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના રોજી બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. જ્યારે સુરત ખાતે વાવાઝોડાના પગલે 1 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ