બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 AM, 30 November 2024
Cyclone Fengal: બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાત ફેંગલ આજે (30 નવેમ્બર) બપોરના સમયે પુડુચેરી નજીક લેન્ડફોલ થવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રસપ્રદ વાત એ છે કે ફેંગલ ચક્રવાતનું સાઉદી અરેબિયા સાથે પણ કનેક્શન છે. ફંગલ શબ્દનો પણ પોતાનો વિશેષ અર્થ છે. જાણો ફેંગલ શબ્દનો અર્થ શું છે, સાઉદી અરેબિયા સાથે તેનું શું કનેક્શન છે.
ADVERTISEMENT
ફેંગલ શબ્દ ક્યાંથી આવ્યો?
ફેંગલ શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. આ ચક્રવાતને સાઉદી અરેબિયા દ્વારા નામ આપવામાં આવ્યું છે. અરબી ભાષામાંથી ઉતરી આવેલ ફેંગલ શબ્દનો અર્થ થાય છે સાંસ્કૃતિક ઓળખ અને ભાષાકીય પરંપરાનું મિશ્રણ. ફેંગલ શબ્દ સંસ્કૃતિમાં વિવિધતા દર્શાવે છે. ફેંગલ શબ્દ સાઉદીઓએ તેમના વારસા અને ભાષાને પ્રતિબિંબિત કરવા માટે આપ્યો હતો. આવી જ રીતે અન્ય દેશો પણ ચક્રવાત માટે નામો પ્રસ્તાવિત કરે છે.
ADVERTISEMENT
વાવાઝોડાને કેવી રીતે નામ આપવામાં આવે છે?
નામની પ્રસ્તાવિત કરતા સમયે તે ધ્યાનમાં રાખવામાં આવે છે કે તેમાં કોઈપણ પ્રકારનો વિવાદ ન હોવો જોઈએ અને તે પ્રાદેશિક વિવિધતા દર્શાવે છે. આનાથી કોઈનું અપમાન ન થવું જોઈએ. ચક્રવાતને નામ આપવાની પણ એક રીત હોય છે. વર્ષ 1953થી વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) તોફાનો અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતને નામ આપી રહ્યું છે, પરંતુ ઉત્તર હિંદ મહાસાગરમાં કોઈ ચક્રવાતનું નામ આપવામાં આવ્યું હતું. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે અહીં નામ રાખવાથી વિવાદ થઈ શકે છે. સંસ્થા નહોતી ઈચ્છતી કે નામથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે.
આંતરરાષ્ટ્રીય પેનલને ભંગ કરવામાં આવી
જો કે વર્ષ 2004માં, આ નિર્ણય લેનાર આંતરરાષ્ટ્રીય પેનલને ભંગ કરવામાં આવી હતી અને સંબંધિત દેશોને ચક્રવાતના નામ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેની બેઠકમાં ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડે ભાગ લીધો હતો. આ દેશોએ દરેક આઠ નામોની યાદી સબમિટ કરી છે એટલે કે તેમની તરફથી 64 નામ આપ્યા હતા.
અન્ય પાંચ દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો
આ પછી વર્ષ 2018માં અન્ય 5 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે. WMO એ તમામ દેશો દ્વારા પ્રસ્તાવિત નામોની યાદી બનાવી છે. આ યાદી દર 6 વર્ષે બદલાય છે. આ જ કારણ છે કે ચક્રવાત આવતા પહેલા તેનું નામ નક્કી કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા, દાના તોફાન ઓડિશામાં ત્રાટક્યું હતું, જેનો અર્થ ઉદારતા હતો. આ અરબી ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ હતો, જે કતાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો : આ 10 જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, દરિયાથી દૂર રહેવા અપીલ
ફેંગલ તેની અસર ક્યાં બતાવશે?
આ ચક્રવાતને કારણે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ, તિરુવલ્લુર, કુડ્ડલોર, નાગપટ્ટનમમાં વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને 6 જિલ્લામાં શાળા-કોલેજો રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ફેંગલના કારણે તમિલનાડુની સાથે આંધ્રપ્રદેશ, કેરળ અને પુડુચેરીને પણ અસર થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.