બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy will take a huge form in 24 hours: Ambalal Patel

બિપોરજોય અપડેટ / 24 જ કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે બિપોરજોય વાવાઝોડું: આ વિસ્તારો પર સૌથી વધુ સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી

Priyakant

Last Updated: 03:22 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: અંબાલાલ પટેલની આગાહી મુજબ બિપોરજોય પ્રચંડ રૂપ ધારણ કરશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું પણ અનુમાન

  • બિપોરજોય મુદ્દે અંબાલાલ પટેલનું અનુમાન
  • બિપોરજોય પ્રચંડ રૂપ ધારણ કરશે
  • 11થી 14 જૂન સૌરાષ્ટ્ર,કચ્છના દરિયા કાંઠાને ઘમરોળશે
  • 70થી 90 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન
  • દરિયાકાંઠામાં ભારે વરસાદ થવાનું અનુમાન

બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે. જેને લઈ 11થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. આ સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું પણ અનુમાન છે. દરિયા કાંઠે 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી કરી છે. બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. જેને લઈ હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ થશે. આ સાથે મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંકાશે. 

 
હવામાન વિભાગે પણ કરી છે મોટી આગાહી 
બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી 600 કિમી દૂર છે. વાવાઝોડું નજીક આવતા દરિયામાં સિગ્નલ બદલાશે. હાલ તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.

ફરી આવશે માવઠું, ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી I  Gujarat can again face the off seasonal rain, weather forecast says

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે. 

કમોસમી માવઠાને લઇ રાહતના સમાચાર: શું ગુજરાતમાં ખેડૂતો માટે વરસાદ બનશે આફત  કે પછી? જાણો <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/હવામાન-વિભાગની-આગાહી' title='હવામાન વિભાગની આગાહી'>હવામાન વિભાગની આગાહી</a> | Relief news came out regarding  unseasonal rains in Gujarat
મનોરમા મોહંતી (FILE PHOTO)

અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદ
આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના  છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 

અંબાલાલની મોટી આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા કરશે ધમાકેદાર  બેટિંગ, ચારે કોર થઈ જશે પાણી જ પાણી | Ambalal Patel made a big prediction  about rain

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન!
તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.  આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે. 

માછીમારોને અપાઈ છે સૂચના 
દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે. વાવઝાડું હજુ પોરબંદરથી 600 કિમી દૂર છે. જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર સિગ્નલ બદલાવવામાં આવશે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Biparjoy Cyclone Biparjoy news અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી બિપોરજોય બિપોરજોય વાવાઝોડું Cyclone Biparjoy News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ