બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:10 PM, 7 June 2023
ADVERTISEMENT
બે વર્ષ અગાઉ તાઉતેએ ખેદાનમેદાન કર્યા બાદ જેની માંડ કળ વળી છે. ત્યાર ગુજરાત પર વધુ એક આફતનો ખતરો તોળાઈ રહ્યો છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારવાસીઓના જીવ ઉચ્ચક થયા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડા મુદ્દે હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાનું સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે. દરિયામા સક્રિય થયેલ બિપોરજોયની સિસ્ટમ ઓમાન બાજુ ફંટાવાનું સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
વાવાઝોડું ગુજરાત તરફ આવે તો કરાંચી બાજુ જવાની સંભાવના
સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવના મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવે તો કરાંચી બાજુ જવાની સંભાવના જોવા મળી રહી છે. તથા વાવાઝોડું ગુજરાત તરફ નહીં આવે તો ઓમાન તરફ ફંટાઈ જશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડું ફંટાયા બાદ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે. આ અસરને પગલે આગામી તા. 11 અને 12 જૂનના રોજ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. બીજી બાજુ કચ્છ અને પશ્વિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
એક બાજુ સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ સમુદ્રમાં 900 કિલોમીટર દૂર છે. જ્યારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 20 કિલોમીટર દૂર અને પોરબંદરથી વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 90 કિલોમીટરના અંતરે છે. આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવનાઓ છે. આવતીકાલે બપોરથી વાવાઝોડું વધારે ખતરનાક બનવાની શક્યતા છે. 11 જૂન બપોર સુધી વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ ગુજરાતને અસર કરશે તો તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.