બ્રેકિંગ ન્યુઝ
VTV / Cyclone Biporjoy to intensify in next 6 hours: Heavy rain forecast in these areas
Megha
Last Updated: 09:08 AM, 11 June 2023
ADVERTISEMENT
અરબ સાગર ઉપર રચાયેલ ચક્રવાતી તોફાન 'બિપરજોય' ઉત્તર તરફ આગળ વધ્યું છે અને આગામી 6 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે.
અંહિયા પડી શકે છે વરસાદ
IMD અનુસાર 15 જૂન સુધીમાં આ ચક્રવાત પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'બિપરજોય'ના કારણે આગામી સપ્તાહે રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ 14-15 જૂનના રોજ રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
VSVS Biparjoy over eastcentral Arabian Sea at 0230 hours IST of 11th June, 2023 about 510 km south-southwest of Porbandar. To intensify into an ESCS during next 06 hours. To reach near Pakistan and adjoining Saurashtra & Kutch coasts around afternoon of 15th June, 2023 as a VSCS pic.twitter.com/fE47T9gOna
— India Meteorological Department (@Indiametdept) June 10, 2023
હવામાન વિભાગે ચક્રવાત અત્યંત ગંભીર હોવાની ચેતવણી આપ્યા બાદ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય દરિયાકાંઠાના રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.
પોરબંદરથી 530 કિમી દૂર છે વાવાઝોડું
અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 530 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 590 કિમી અને નલિયાથી 670 કિમી દૂર છે.
દરિયાકિનારે જવા પર પ્રતિબંધ
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરત, પોરબંદર, વલસાડ અને દ્વારકામાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બિપોરજોય બન્યું પ્રચંડ: દ્વારકાની 590 કિમી નજીક પહોંચ્યું વાવાઝોડું | VTV Gujarati#biporjoyupdate #cyclone #vtvgujarati #vtvcard #trending pic.twitter.com/RgxhhHigg1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 11, 2023
ગીર સોમનાથમાં એલર્ટ જાહેર
બિપોરજોય વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં એલર્ટ જાહેર કરાયું છે. વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી અને પોલીસ તંત્ર પણ સતર્ક છે. વેરાવળ સોમનાથના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેરાવળની ચોપાટી પર પણ લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.