બ્રેકિંગ ન્યુઝ
VTV / Cyclone Biporjoy still causing heavy damage: now in Rajasthan desert, rain will be affected
Megha
Last Updated: 12:09 PM, 17 June 2023
ADVERTISEMENT
ચક્રવાત બિપોરજોય હવે રાજસ્થાન પહોંચી ગયું છે. ગુજરાત બાદ રાજસ્થાનમાં બિપોરજોયની અસર દેખાવા લાગી છે. આવી સ્થિતિમાં લોકોને પહેલા કરતા વધુ સતર્ક રહેવા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. વિભાગે બિપોરજોયને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ચક્રવાત બિપોરજોયની અસરને કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના પાલી, સિરોહી, જાલોર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
Deep Depression (Remnant of Cyclonic Storm Biparjoy) at 0830 hours IST of today,17th June over Southwest Rajasthan adjoining Gujarat and Southeast Pakistan about 80 km south of Barmer and 210 km southwest of Jodhpur. To weaken into a Depression during next 06 hours. pic.twitter.com/eBYmTZiVPV
— India Meteorological Department (@Indiametdept) June 17, 2023
ADVERTISEMENT
ચક્રવાત બિપોરજોય શનિવારે 17 જૂનની સવારે રાજસ્થાન પહોંચી ગયું છે અને 65 કિમીની ઝડપે જોધપુર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે તમામ સંરક્ષણ અને બચાવ એજન્સીઓ એલર્ટ પર છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ દાવો કરી રહ્યું છે કે આ ચક્રવાત જલ્દી પૂરું થઈ જશે.
સેટેલાઇટ એનાલિસિસ આધારે બિપોરજોયતોફાન જોધપુર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે ઓછા દબાણવાળા વિસ્તારમાં છે અને આગામી 36 કલાકમાં ધીમે ધીમે સમાપ્ત થવાની સંભાવના છે પરંતુ તેની સાથે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જયપુરમાં પણ શુક્રવાર રાતથી જ બિપોરજોયની અસર દેખાવા લાગી હતી. શુક્રવાર બાદ આજે શનિવારે પણ જયપુરમાં હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે રાજધાનીમાં હજુ પણ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ તરફના બિપોરજોયને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. 17 જૂને સૌથી વધુ અસર બાડમેર અને જોધપુરમાં જોવા મળશે. બંને જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિપોરજોયના કારણે વરસાદને કારણે રાજ્યભરમાં તાપમાન 26 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
બિપોરજોયના કારણે પવન ,દિલ્હી થઈને પૂર્વ ઉત્તર પ્રદેશ પહોંચશે, ત્યારે આ પવનો ઉત્તર પૂર્વ મધ્ય ભારતમાં એકબીજા સાથે અથડશે અને આ સ્થિતિમાં ત્રણ સ્થિતિ સર્જાશે.
1. તે ચોમાસાને બંગાળની ખાડી તરફ પાછું ધકેલી દેશે, જેના કારણે ચોમાસાની શરૂઆત એક કે બે અઠવાડિયા સુધી વિલંબિત થઈ શકે છે.
2. તે ચોમાસાને આંધ્રપ્રદેશ-તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાળી શકે છે
3. અથવા આ પવનો નેપાળ તરફ વળી શકે છે અને ત્યાં ભારે વરસાદનું કારણ બની શકે છે, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાવાનો ભય છે. જેની અસર બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી શકે છે.
જણાવી દઈએ કે બિપોરજોય સૌથી પહેલા 4 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 વાગ્યે અરબી સમુદ્રમાં શરૂ થયો હતો, જે કેરળના કોઝિકોડથી 982 કિમી દૂર અને કચ્છથી લગભગ 1500 કિમી દૂર હતો અને તે 15 જૂન શુક્રવારે કચ્છ પહોંચ્યો હતો જે રાત્રે જમીન પર ત્રાટક્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.