બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / cyber fraud valentine day scheme

સાવધાન / વેલેન્ટાઈન ડે સ્પેશિયલ સ્કીમના નામ પર છેતરાતા નહીં, આવી રીતે રહો સુરક્ષિત, નહીંતર પ્રેમનો દિવસ બની જશે સૌથી ખરાબ દિવસ

Pravin

Last Updated: 05:33 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાય વર્ષોમાં દેશમાં ડિજિટલાઈઝેન વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે ઈંટરનેટ દ્વારા ફ્રોડના કિસ્સોમાં પણ વધારો થઈ રહ્યો છે.આ ફ્રોડ લોકો ફેસબુક, મેસેજ, ઈમેલ દ્વારા આકર્ષક સ્કીમ્સની ઓફર આપતા રહે છે અને બાદમાં લોકોના અકાઉન્ટ ખાલી કરી નાખતાં હોય છે.

  • કેન્દ્રીય ગૃહમંત્રાલયના વિભાગે લોકોને સચેત કર્યા
  • વેલેન્ટાઈન ડે પર છેતરતા નહીં
  • ઓનલાઈન ફ્રોડનો થઈ શકો છો શિકાર

છેલ્લા કેટલાય વર્ષોમાં દેશમાં ડિજિટલાઈઝેન વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે ઈંટરનેટ દ્વારા ફ્રોડના કિસ્સોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ફ્રોડ લોકો ફેસબુક, મેસેજ, ઈમેલ દ્વારા આકર્ષક સ્કીમ્સની ઓફર આપતા રહે છે અને બાદમાં લોકોના અકાઉન્ટ ખાલી કરી નાખતાં હોય છે. આવી રીતે ફ્રોડથી પોતાની જાતને સુરક્ષિત રાખવી ખૂબ જરૂરી છે. તેથી સમય સમયે બેંક અને સરકાર લોકોને આવા ફ્રોડથી સતર્ક રહેવાની સૂચના પણ આપે છે. ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં આખી દુનિયા ધૂમધામથી વેલેન્ટાઈન ડેને ખાસ રીતે મનાવતા હોય છે.

ભ્રામક સ્કીમ્સમાં ફસાવું નહીં

આ દિવસે કપલ્સ પોતાના પાર્ટનરને સ્પેશિયલ ગિફ્ટ આપતા હોય છે. ત્યારે આવા સમયે ઘણા લોકો ઘરથી બહાર આ દિવસને ખાસ સેલિબ્રેટ કરવા માગે છે. ત્યારે આવા સમયે સાઈબર ક્રાઈમ કરનારા લોકો તેનો ફાયદો ઉઠાવતા હોય છે. સાઈબર અપરાધી કેટલીય આકર્ષક સ્કીમ અને હોટલ કૂપનના નામ પર લોકોને મેસેજ કરતા હોય છે. બાદમાં લોકોના અકાઉન્ટ ખાલી થઈ જતાં હોય છે. ત્યારે આવા સમયે કેન્દ્રીય ગૃહમંત્રાલયની સાઈબર સેફ્ટી વિભાગે પોતાના ટ્વિટર હૈંડલ Cyber dost પર યુઝર્સને આવી ભ્રામક સ્કીમ્સથી બચવાની સલાહ આપી છે. તો આવો જાણીએ વેલેન્ટાઈન ડેના અવસરે કેવી રીતે તેનો શિકાર થતાં બચી શકાય.

 

વેલેન્ટાઈન ડે પર આવી રીતે બનાવી શકે છે શિકાર

સાઈબર ફ્રોડ આપને વેલેન્ટાઈન ડેના નામ પર આપને સ્પેશિયલ છૂટ અને સ્કીમ્સની લાલચ આપીને આપને મોટી અને ફાઈવ સ્ટાર હોટલમાં છૂટના નામે એક લિંક મોકલે છે. જેવું આપ આ લિંક પર ક્લિક કરો છો તો આપની ડિટેલ્સ ફિલ કરવા માટે કહે છે.
 
ત્યાર બાદ ડિટેલ્સ ફીલ કરતા જ આપ ફ્રોડનો શિકાર થઈ જાવ છો. ફ્રોડ આપના અકાઉન્ટમાંથી તમામ રૂપિયા છેરવી લેશે. આપને ખબર પણ નહીં પડે.

આવી રીતે રહો સુરક્ષિત

વેલેન્ટાઈ ડે નામ પર થઈ રહેલી છેતરપીંડીથી બચવા માટે આપ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર મોકલવામાં આવેલા મેસેજ અથવા લિંક્સનો જવાબ ન આપો, ક્લિક કરવાથી દૂર રહો.  આવા પ્રકારની લિંક મોબાઈલમાંથી તાત્કાલિક ડિલિટ કરી દો. સસ્તી હોટલ અને સ્કીમ ઓફરના ચક્કરમાં પડવું નહીં. કોઈ પણ સ્કીમ્સ વિશે સૌથી પહેલા સત્તાવાર પ્લેટફોર્મ પર ચેક કરી લેવું. જ્યાંથી આપને ખબર પડી જશે કે, આ ઓફર સાચી છે કે, ફ્રોડ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ