બ્રેકિંગ ન્યુઝ
VTV / Cyber expert claims 3,000 government email details leaked on dark web
Kashyap
Last Updated: 07:54 PM, 1 February 2020
તેમના જણાવ્યા અનુસાર ડાર્ક વેબ પર ભારત સરકારના અનેક વિભાગોની ઇ-મેઇલ આઈડી ટેક્સ્ટ ફોર્મેટમાં છે. ડાર્ક વેબ પર છેલ્લા ચાર વર્ષથી દુનિયાભરના 1.8 અબજ ઇ-મેલ અને પાસવર્ડનો ડેટા છે. કોથપલ્લી કહે છે કે આ ડેટાને ડાર્ક વેબમાંથી દૂર કરવાનો હાલ કોઇ ઉપાય નથી. તેમણે વધુમાં કહ્યું, કે મને ડાર્ક વેબ પર અત્યાર સુધીમાં ભારત સરકાર સાથે સંબંધિત કુલ 3,202 ઇ-મેલ આઈડી જોવા મળ્યા છે. જે *@*.gov.in ના ફોર્મેટમાં છે.
ADVERTISEMENT
જોકે તેમણે પ્રાઇવેસીનું કારણ આગળ ધરીને આ ડેટા ક્યાંથી મળ્યો તે કહેવાનું ટાળ્યું છે. ઈન્દિરા ગાંધી અણુ સંશોધન કેન્દ્રના સૌથી વધુ 365 ઇ-મેલ આઈડી લીક થયા છે. ભાભા અણુ સંશોધન કેન્દ્રના 325 ઇમેઇલ આઈડી અને પાસવર્ડો ડાર્ક વેબ પર લીક થયા છે. સિકયોરિટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના 157, ગુજરાત સરકારના 132, ઇસરો સેટેલાઇટ સેન્ટરના 111, રાજા રમણ સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજીના 109, સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદના 106, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના 80, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના 48 ઇમેલ આઇડી ડાર્ક વેબ પર છે. માહિતી મંત્રાલયની 45 અને ભારતની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટના 40 ઇમેલ આઈડી લીક થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.