cwc meeting today congress president election rahul gandhi sonia gandhi expected
મહામંથન /
કોંગ્રેસ વર્કિંગ કમિટિની આજે બેઠક , અધ્યક્ષની ચૂંટણી પર થશે મંથન, નેતાઓના પલાયનના મુદ્દે પણ ચર્ચા શક્ય
Team VTV09:33 AM, 28 Aug 22
| Updated: 09:57 AM, 28 Aug 22
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને આજે વર્કિંગ કમિટિમાં ચર્ચા કરવામાં આવશે. તેને લઈને વર્કિંગ કમિટિની બેઠક આજે બપોરે સાડા ત્રણ કલાકે વર્ચુઅલ મોડમાં આયોજીત કરવામાં આવશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટિની આજે બેઠક યોજાશે
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પર થઈ શકે છે મંથન
2019થી ખાલી છે કોંગ્રેસ અધ્યક્ષ પદ
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને આજે વર્કિંગ કમિટિમાં ચર્ચા કરવામાં આવશે. તેને લઈને વર્કિંગ કમિટિની બેઠક આજે બપોરે સાડા ત્રણ કલાકે વર્ચુઅલ મોડમાં આયોજીત કરવામાં આવશે. પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા 20 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બરની વચ્ચે થવાની છે.
જો કે, અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ માટે કોઈ દાવેદારી સામે આવી નથી. ત્યારે આવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગત મંગળવારે સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ ગેહલોતને અધ્યક્ષ પદ સંભાળવાનો આગ્રહ કર્યો હતો. જો કે, ગેહલોતે કહ્યું કે, તે આ વિશે નથી જાણતા અને તેમને પણ મીડિયાથી ખબર પડી હતી. તેમણે કહ્યુ કે, પાર્ટીએ જે જવાબદારી તેમને સોંપી છે, તેને તેઓ પુરી કરી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ 2019થી ખાલી છે. પણ તેને પાર્ટીમાં હંમેશા ખેંચતાણ રહી છે. કેટલીય વાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને એક્સટેંશન કરવામાં આવી છે અને ફરીથી 20 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામા આવી છે. કોંગ્રેસ નેતાઓનું માનીએ તો, કોંગ્રેસ અધ્યક્ષ માટેની તારીખ થોડા દિવસો માટે લંબાવી શકે છે. પણ ચૂંટણીની તારીખોમાં વધુ એક લાંબુ વિસ્તરણ થશે નહીં.
રાહુલ ગાંધી મક્કમ
રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. એક વાર નિર્ણય લીધા પછી પાછી પાની નહીં કરવાની પોતાની આગવી શૈલી માટે રાહુલ ગાંધી ઓેળખાય છે. તે પોતાનું વલણ બદલવા માટે તૈયાર નથી. તેમણે અગાઉથી કોંગ્રેસ નેતાઓને સંકેત આપી દીધા હતા કે, તેમને કોઈ ખાસ પદમાં જરાયે રસ નથી અને તેઓ પાર્ટી માટે આવી જ રીતે કામ કરતા રહેશે.