લોકરક્ષક દળની પરીક્ષા માટે કટઓફ માર્ક્સ કેટેગરી મુજબ કરાયા જાહેર

By : admin 09:29 PM, 18 February 2019 | Updated : 09:45 PM, 18 February 2019
ગાંધીનગરઃ રાજ્યમાં લેવાયેલ લોકરક્ષક પરીક્ષા માટે કટઓફ માર્ક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જનરલ કેટેગરીના પુરુષો માટે કટઓફ માર્ક 65 જાહેર કરાયા છે. જનરલ કેટેગરીની મહિલાઓ માટે કટઓફ માર્ક 47 જાહેર કરાયા છે. SCના પુરુષ ઉમેદવારો માટે કટઓફ માર્ક 58.25 જાહેર કરાયા છે. SCની મહિલા ઉમેદવારો માટે કટઓફ માર્ક 41 જાહેર કરાયા છે. STના પુરુષ ઉમેદવારો માટે કટઓફ માર્ક 46.25 જાહેર કરાયા છે. ST અને OBC મહિલા ઉમેદવારો માટે કટઓફ માર્ક 40 જાહેર કરાયા છે. OBC પુરુષ ઉમેદવારો માટે કટઓફ માર્ક 58.75 જાહેર કરાયા છે.

કટઓફ માર્ક પ્રમાણે કુલ 54224 પુરુષ ઉમેદવારો જ્યારે કુલ 21657 મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે પાસ થઈ છે. લોકરક્ષકની પરીક્ષામાં અંદાજીત 8 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. 9 હજાર જગ્યા માટે લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ હતી. એકવાર પેપર લીક થતા પરીક્ષા રદ્દ થઈ હતી અને ફરી લેવાઈ હતી. મહત્વનું છે કે 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી LRDની ભરતી માટે શારીરિક કસોટી યોજાશે. શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અને કંટ્રોલ રૂમ ફાળવવા વિકાસ સહાયે પત્ર લખ્યો હતો. 

મહત્વનું છે કે, રાજ્યના અલગ અલગ 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા લેવાશે. લોક રક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. રાજ્યના અલગ અલગ 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા લેવાશે. કટ ઓફ માર્કસના આધારે ઉમેદવારોને પ્રેક્ટીકલ પરીક્ષા માટે બોલાવાયા.Recent Story

Popular Story