બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Customer charged Rs 60 for packing on online food order, know what Zomato said

ભારે કરી / અમદાવાદની મહિલાને ઓનલાઈન થેપલા મંગાવવા પડ્યા મોંઘા, બિલનો ફોટો વાયરલ થયો તો Zomato એ આપી સફાઇ

Megha

Last Updated: 02:44 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zomato Food Bill Controversy: ગુજરાતની મહિલાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ Zomato પરથી થેપલાની 3 પ્લેટ મંગાવી હતી જેમાં ફૂડ કન્ટેનર માટે પણ થેપલા જેટલા જ રૂપિયા લેવામાં આવ્યા હતા, ટ્વિટ થયું વાયરલ

  • ઝોમેટો દ્વારા રેસ્ટોરન્ટમાંથી થેપલા મંગાવ્યા બાદમાં બિલ જોઈ ચોંકી ગઈ મહિલા 
  • ફૂડ કન્ટેનર માટે પણ થેપલા જેટલા જ રૂપિયા લેવામાં આવ્યા છે
  • ઝોમેટોએ કહ્યું આ યૂનિવર્સલ છે ફૂડ આધારિત 5 થી 18% ટેક્સ લાદવામાં આવે

Zomato Food Bill Controversy: વિચારો કે તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો છે અને જે કન્ટેનરમાં ફૂડ પેક કરવામાં આવ્યું હતું તેના માટે પણ તમારે તેટલી જ રકમ ચૂકવવી પડે તો? આ વાત સ્વાભાવિક રીતે કોઈને પણ પસંદ ન આવે. જો કે આવું જ કંઈક અમદાવાદમાં એક મહિલા સાથે થયું. આ મહિલાએ ઝોમેટો દ્વારા રેસ્ટોરન્ટમાંથી થેપલા મંગાવ્યા હતા અને બિલ જોઈને તેને ખબર પડી કે તેની પાસેથી ફૂડ કન્ટેનર માટે પણ થેપલા જેટલા જ રૂપિયા લેવામાં આવ્યા છે.

વાત એમ છે કે ગુજરાતના અમદાવાદમાં ખુશ્બુ ઠક્કર નામની મહિલાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ Zomato પરથી થેપલાની 3 પ્લેટ મંગાવી હતી. જેમાં 1 પ્લેટ થેપલાની કિંમત 60 રૂપિયા હતી. આ હિસાબે થેપલાની 3 પ્લેટનું બિલ રૂ.180 બન્યું. વાત માત્ર અહીં જ અટકી ન હતી. તેમના ઓર્ડર પર પેકેજિંગ ચાર્જના નામે ત્રણ કન્ટેનર માટે 60 રૂપિયા અલગથી વસૂલવામાં આવ્યા હતા. જે બાદ મહિલાએ ઝોમેટોને આ વિશે જાણ કરી હતી. 

ખુશ્બૂ ઠક્કરે તેના ટ્વિટર એકાઉન્ટ પર ફૂડ બિલ અપલોડ કર્યું અને લખ્યું, 'મેં ઓર્ડર કરેલા ફૂડની કિંમત જેટલી જ છે એટલી જ એ ફૂડ કન્ટેનરની કિંમત પણ છે'. આ સાથે, Zomato ને ટેગ કરતી વખતે, ખુશ્બુએ આ વધુ પડતી ફી માટે ખુલાસો પણ માંગ્યો હતો.

Zomatoએ શું કહ્યું?
મહિલાના ટ્વિટ પછી Zomatoએ સ્પષ્ટતા કરી કે 'ખુશ્બુ આ ટેક્સ યૂનિવર્સલ છે અને ફૂડ આધારિત 5 - 18% અલગ અલગ ટેક્સ લાદવામાં આવે છે. અમારા રેસ્ટોરન્ટ ભાગીદારો દ્વારા પેકેજિંગ ચાર્જ વસૂલવામાં આવે છે, તેઓ જ તેમાંથી કમાણી કરે છે. '

ખુશ્બુના આ ટ્વીટ પછી લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી
સોશિયલ મીડિયા પર Zomato અને તેના રેસ્ટોરન્ટ પાર્ટનર્સને ઘણી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. એક વ્યક્તિએ તો ત્યાં સુધી લખ્યું કે થેપલાને પેક કરવા માટે રૂ. 60 ખૂબ જ વધારે ચાર્જ છે. બજારમાં એક કન્ટેનર રૂ.4માં મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Zomato Zomato Customers Zomato controversy Zomato post viral OMG news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ