બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 10:47 AM, 23 May 2022
ADVERTISEMENT
શિયાળાની ઋતુમાં દહીનુ સેવન ઘણા લોકો ઘટાડી દે છે. પરંતુ અહીં જણાવવાનુ કે ગરમીની ઋતુમાં દહીનુ સેવન કરવાથી એક નહીં, પરંતુ ઘણા ફાયદા થાય છે. હાડકા મજબૂત કરવાથી લઇને ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ વધુ લાભદાયક છે. આવો જાણીએ ગરમીમાં દહીના સેવનથી કયા-કયા ફાયદા મળે છે.
હાડકા મજબૂત થશે
ADVERTISEMENT
દહીમાં સારા બેક્ટેરીયા હોય છે, જે રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત બનાવે છે. ઉપરાંત હાડકા પણ મજબૂત કરે છે. જેમાં કેલ્શિયમ અને ફાસ્ફોરસ બંને ભરપૂર માત્રામાં હોય છે. તો એવા લોકો જેને હાડકામાં દુ:ખાવાની ફરિયાદ રહે છે એવા લોકો પોતાના ડાયટમાં સામેલ કરી શકે છે.
દહી ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહેશે
આ સિવાય દહીના સેવનથી વજન પણ કંટ્રોલમાં રહેશે. એટલેકે એવા લોકો જે વજનને ઘટાડવા માટે અલગ-અલગ ટ્રીક અપનાવી રહ્યાં છે, તેઓ પોતાના ડાયટમાં દહી ફરજીયાત સામેલ કરે. જેનાથી મેદસ્વિતા વધવાથી બચી શકે છે. ખરેખર દહીમાં હેલ્ધી ફેટ્સ પણ હોય છે. એવામાં જો તમે ગરમીમાં નિયમિત રીતે દહીનુ સેવન કરો છો તો વજન ઘટાડવાની સાથે-સાથે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થઇ શકે છે.
દહી ખાવાના આ છે ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.