બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ કેવી ખેતી? જેનાથી ગણતરીના જ મહિનાઓમાં તમે કમાઈ શકશો લાખો રૂપિયા, એ પણ ગમે તે સીઝનમાં!

બિઝનેસ / આ કેવી ખેતી? જેનાથી ગણતરીના જ મહિનાઓમાં તમે કમાઈ શકશો લાખો રૂપિયા, એ પણ ગમે તે સીઝનમાં!

Last Updated: 10:20 AM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખીરા કાકડીનો પાક તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો અપાવી શકે છે. તમે તેમાં ઓછું રોકાણ કરીને વધું નફો મેળવી શકો છો.

ઘણી વખત આપણા મનમાં એવો સવાલ થાય કે એવો કયો બિઝનેસ કરીએ જેમાં રોકાણ ઓછુ હોય અને નફો વધારે હોય. તો ચાલો આજે તમને આવોજ એક બિઝનેસ બતાવીએ.. ખીરા કાકડીનો પાક તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો અપાવી શકે છે. તમે તેમાં ઓછું રોકાણ કરીને વધું નફો મેળવી શકો છો.

ખીરા કાકડીની ખેતી માટે શું જરૂરી છે ?

તમે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. એટલે કે જો તમે ઈચ્છો તો તમે તેને રેતાળ જમીન, કાળી માટી, ચીકણું માટી, કાંપવાળી જમીન કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. જો કે લોમ અને રેતાળ લોમ જમીન આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેટલા દિવસમાં પાક તૈયાર થાય ?

આ પાક 60 થી 80 દિવસમાં તૈયાર થઇ જાય છે. હાલ ખીરા કાકડીની ડિમાન્ડ શહેર અને ગામડામાં મોટા પ્રમાણમાં છે. ખીરા વિના સલાડ અધૂરું માનવામાં આવે છે. ઉનાળામાં ખીરાની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે. ખીરા કાકડીની ખેતી કરવા માટે જમીનનો PH 5.5થી 6.8 હોવો જોઈએ. ખીરાને નદી કે તળાવના કિનારે પણ ઉગાડી શકાય છે

ખેતરને આ રીતે તૈયાર કરવું

સૌ પ્રથમ તેના ખેતરને તૈયાર કરવામાં ખેડાણની કાળજી લેવી જરૂરી છે. આ માટે તમારે પ્રથમ ખેડાણ માટી ઉલટાવતા હળ વડે કરવું જોઈએ અને દેશી હળ વડે 2-3 ખેડાણ કરવું જોઈએ. આ પછી, 2-3 વાર સમાર લગાવીને જમીનને નરમ અને સમતલ કરવી જોઈએ. આ ઉપરાંત છેલ્લા ખેડાણમાં 200થી 250 ક્વિન્ટલ સડેલું છાણનું ખાતર ભેળવીને ક્યારા બનાવવા જોઈએ.

કાકડીની જાતો

પુસા સંયોગ, પુસા બરખા, સ્વર્ણ પૂર્ણિમા, પુસા ઉદય, પૂના કાકડી, સ્વર્ણ અગેતી, પંજાબ સિલેકશન, કાકડી 90, કલ્યાણપુર હરા ખીરા, કાકડી 75, પીસીયુએચ-1, પુસા ઉદય, સ્વર્ણ પૂર્ણા અને સ્વર્ણ શીતલ તેની સારી જાતો ગણવામાં આવે છે. પુસા સંયોગ હાઈબ્રીડ જાત છે, જે 50 દિવસમાં તૈયાર થાય છે. જેની ઉપજ પ્રતિ હેક્ટર 200 ક્વિન્ટલ સુધી થઇ શકે છે. જ્યારે પુસા બરખા ખરીફ સીઝનની વેરાઈટી છે. તેની સરેરાશ ઉપજ 300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.

આ પણ વાંચોઃ દર વર્ષે થશે લાખોની કમાણી, બસ શરૂ કરી દો આ ફૂલની ખેતી, ખેડૂતો રૂપિયામાં રમશે!

સરકાર આપે છે સબસીડી

બાગાયત વિભાગ સબસીડી આપતું હોવાથી આ પાક લેવો આર્થિક રીતે વધુ ફાયદાકારક રહે છે. . એક જ વિઘામાંથી એકથી દોઢ લાખની આવક મળવાની સાથે અંદાજીત વાર્ષિક રૂ.14 લાખથી પણ વધુની આવક મેળવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farmer Cultivate Cucumber
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ