બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વરસાદી સિઝનમાં કરો આ વિવિધ પાકોની ખેતી, થઇ જશો માલામાલ, હોય છે ખૂબ ડિમાન્ડ

બિઝનેસ ટિપ્સ / વરસાદી સિઝનમાં કરો આ વિવિધ પાકોની ખેતી, થઇ જશો માલામાલ, હોય છે ખૂબ ડિમાન્ડ

Last Updated: 10:18 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકની સાથે સાથે અનેક ખેડૂતો દ્વારા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. શાકભાજીનું ઉત્પાદન ઝડપી થતું હોવાથી અને તેમની માંગ વધુ હોવાથી વેચાણ પણ ઝડપી થાય છે.

દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના કારણે ખરીફ પાકની વાવણી પણ શરૂ થઈ ગઈ છે. આ મહિનામાં ખેડૂતોએ પાકની વાવણી શરૂ કરી દીધી છે. પાકની સાથે સાથે અનેક ખેડૂતો દ્વારા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. શાકભાજીનું ઉત્પાદન ઝડપી થતું હોવાથી અને તેમની માંગ વધુ હોવાથી વેચાણ પણ ઝડપી થાય છે.

જો તમે પણ વરસાદની ઋતુમાં આવી કોઈ શાકભાજીની ખેતી કરવા ઈચ્છો છો જેનાથી ભરપૂર નફો થઈ શકે છે તો તેથી સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચો.

સિંચાઈ માટે ઓછી જરૂરિયાત

નિષ્ણાતો કહે છે કે કેટલાક પાકોને વરસાદની મોસમમાં સિંચાઈની જરૂર પડતી નથી. આ પાકોની માહિતી મેળવીને ખેડૂતો મહત્તમ નફો મેળવી શકે છે.

આ શાકભાજીની માંગ રહે છે

લીલા મરચાં, કાકડી, મૂળા અને ધાણાની ખેતી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ શાકભાજીની સમગ્ર વર્ષ દરમિયાન માંગ રહે છે. વરસાદની ઋતુમાં સિંચાઈ વિના તેમની ખેતી કરી શકાય છે. એટલું જ નહીં તેમની વધારે કાળજી લેવાની પણ જરૂર પડતી નથી. આ શાકભાજીની ખેતી માટે વધારે જગ્યાની જરૂર નથી પડતી, અને પાક ત્રણથી ચાર અઠવાડિયાના સમયગાળામાં તૈયાર થઈ જાય છે. જેથી ખેડૂતોને જબરદસ્ત લાભ મળે છે.

આ પણ એક વિકલ્પ છે

વરસાદની ઋતુમાં ટામેટા અને રીંગણની ખેતીથી પણ ખેડૂતો સારો નફો મેળવી શકે છે. વરસાદની મોસમમાં આ શાકભાજીની ખેતી કરીને બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત કઠોળની પણ ખૂબ માંગ છે. આ શાકભાજીના ઉત્પાદન માટે જુલાઈથી ઓગસ્ટ મહિનાનો સમય સારો છે.

સારા બિયારણનો ઉપયોગ કરવો

જો તમે તમારા પાકનું સારું ઉત્પાદન મેળવવા માંગતા હોવ તો સારા બિયારણનો ઉપયોગ કરવો જરૂરી છે.

ખેતરોની માટીનું પરીક્ષણ કરાવો

પાકની આસપાસ નીંદણને એકઠું થવા ન દો. સારા ઉત્પાદન માટે, સિંચાઈ પર ધ્યાન આપવું જોઈએ.

PROMOTIONAL 11

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vegetables Monsoon Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ