csk player Deepak chahar propose girlfriend ipl 2021
LOVEની મેચ શરૂ! /
VIDEO: મેચ બાદ દીપક ચહરે ગ્રાઉન્ડમાં ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જવાબમાં 'હા' મળતા જ ભેટી પડ્યા
Team VTV09:16 PM, 07 Oct 21
| Updated: 09:25 PM, 07 Oct 21
ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની મેચ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ પર એક ખાસ નજારો જોવા મળ્યો. CSKના બૉલર દીપક ચહરે સ્ટેન્ડ્સમાં જ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, સૌ લોકો જોતા જ રહી ગયા.
CSKના બૉલર દીપક ચહરે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
મેચ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ પર જ કર્યું પ્રપોઝ
દીપકને જવાબમાં હા મળી અને બને એકાબીજાને ભેટી ગયા
જ્યારે મેચ પૂરી થઇ, ત્યારબાદ તરત દીપક ચહર સ્ટેન્ડ્સમાં પહોંચ્યા અને પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું. દીપક ચહરે એક ગોઠણ પર બેસીને પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, આ દરમિયાન આસપાસ ઉભેલા લોકોએ તાળીઓ પણ વગાડી. જ્યારે દીપકને જવાબમાં હા મળી, તો બન્નેએ એક બીજાને ગળે લગાવી લીધા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
જણાવી દઇએ કે જયા ભારદ્વાજ અને દીપક ચહર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. દીપક ચહરને ચેન્નઈ સુપર કિંગ્સ, આઈપીએલ, કેટલાક સાથી ક્રિકેટરો અને અન્ય હસ્તિઓએ શુભેચ્છા પાઠવી છે.
તમને જણાવી દઇએ કે દીપક ચહર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો એક મહત્વનો ભાગ છે. જોકે, ગુરૂવારે રમાયેલી પંજાબ કિંગ્સ વિરૂદ્ધ મેચમાં તેમનો સિક્કો ન ચાલી શક્યો. દીપક ચહરે 4 ઓવરમાં 48 રન કર્યા અને માત્ર એક જ વિકેટ મળી.