બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બિટકોઈને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 24 કલાકમાં ઓલ ટાઈમ હાઈથી 11% ગગડ્યો

બિઝનેસ / બિટકોઈને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 24 કલાકમાં ઓલ ટાઈમ હાઈથી 11% ગગડ્યો

Last Updated: 11:49 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનના ભાવ તેમના ઓલટાઈમ હાઈથી ગગડી ગયા છે. આ કારણે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Bitcoin: ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે હાલ માત્ર 24 કલાકમા જ કિપ્ટોકરન્સીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બિટકોઈનમાં એવો કડાકો બોલ્યો કે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

રોકાણકારોમાં હાહાકાર મચી જવા પામ્યો

બિટકોઈનમાં મોટો કડાકો બોલી ગયો છે. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ ડૉલરને પાર કરવાની બડાઈ મારતો બિટકોઈન હવે 24 કલાકમાં જ 11 ટકાથી ટકા જેટલો નીચે ગગડી ગયો છે.

10 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એવી રીતે પડી ગઈ કે 24 કલાકમાં 11,900 ડોલર એટલે કે 10 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સવારે 8:45 વાગ્યે બિટકોઈનના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી માટે કેવા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે.

બિટકોઈન 10 લાખ રૂપિયાથી વધુ સસ્તા થયો

કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, બુધવારે બિટકોઈનની કિંમત 1,03,900.47 ડૉલરની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. જે બાદ ક્રિપ્ટોકરન્સી માર્કેટે યુ-ટર્ન લીધો હતો. છેલ્લા 24 કલાકમાં, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીની કિંમત 91,998.78 ડૉલર પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ થયો કે બિટકોઈનની કિંમતમાં 11 ટકાથી વધુ એટલે કે 11,901.69 ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. જો આપણે ભારતીય રૂપિયામાં આ ઘટાડો જોઈએ તો તે 10,08,021.53 રૂપિયા છે. જે મોટી રકમ હોવાનું કહેવાય છે.

વધુ વાંચો : નહીં ઘટે તમારા લોનની EMI, RBIએ સતત 11મી વખત 6.5 ટકા પર રેપો રેટ રાખ્યો યથાવત

બિટકોઈનની કિંમત કેટલી થઈ?

કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, સવારે 8:50 વાગ્યે, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત 5.69 ટકાના ઘટાડા સાથે 97,476.17 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી, જે તેની લાઈફ ટાઈમ હાઈ કરતાં 6.26 ટકા ઓછી એટલે કે 6,424.3 ડૉલર ઓછી છે. જોવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે બિટકોઈન એક લાખ ડૉલરને પાર કરી ગયા બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરવામાં આવ્યો હતો. જેના કારણે બિટકોઈનના ભાવ નીચે આવ્યા હતા. આગામી દિવસોમાં બિટકોઈન કે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

વધુ વાંચો : આજ રોજ શુક્રવારે સોનું ફરી મોંઘુ થયું, જાણો શું છે તમારા શહેરમાં 24 કરેટ સોનાનો ભાવ, એક ક્લિકમાં

ટોચની 10 ક્રિપ્ટોકરન્સીની સ્થિતિ

જો આપણે વિશ્વની ટોચની 10 ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરીએ, તો બિટકોઇન સિવાય, ઇથેરિયમ સંપૂર્ણપણે ફ્લેટ જોવા મળી રહી છે. ટેથરના ભાવ પણ ફ્લેટ જણાય છે. XRPમાં એક ટકાથી વધુનો ઘટાડો છે. સોલાના લગભગ 2 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. BNBની કિંમતમાં થોડો વધારો થયો છે. ડોગેકોઈનની કિંમત લગભગ 3.50 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. USDS ફ્લેટ અને ટ્રોનના ભાવમાં દોઢ ટકાથી વધુનો ઘટાડો થયો છે. હાલમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 3.58 ટ્રિલિયન ડૉલર જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crypto Currency Digital currency bitcoing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ