બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:05 AM, 13 November 2024
અમદાવાદના બોપલમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પર સોમવારે મોડી રાત્રે 55 વર્ષની વયના એક વ્યક્તિની લાશ મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ શખ્સની ડેડબોડી પરથી અનેક વાહનો પસાર થઈ ગયાં હતા અને તે ખૂબ કચડાઈ ગયેલી હાલતમાં હતી.
ADVERTISEMENT
ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહન રામજીએ શું કહ્યું
ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહન રામજીએ, જેઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ટ્રાફિક પોલીસ સાથેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેમને સોમવારે રાત્રે 11.17 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી એક સંદેશ મળ્યો હતો, જેમાં તેમને એવું કહેવામાં આવ્યું કે ફ્લાયઓવરમાં એક વ્યક્તિની લાશ પડી છે. રામજીએ કહ્યું કે તે માણસ નિરાધાર હોય તેમ લાગતું હતું. તેનું માથું, ડાબો હાથ અને ડાબી જાંઘ વાહન દ્વારા કચડાઈ ગઈ હતી. અમે ત્યાં લોકોની પૂછપરછ કરી હતી પરંતુ મૃતકની કોઈ વધુ જાણકારી મળી નથી. તેની ડેડબોડી પરથી અનેક વાહનો પસાર થઈ ગયાં હતા. મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કાર ધીમી ચલાવાનું કહેતાં છરી હૂલાવી
અમદાવાદમાં બે બાઇક સવાર વિદ્યાર્થીઓને કાર ચાલકને ટોકવાનું ભારે પડ્યું. ગુસ્સે ભરાયેલા કાર ચાલકે પહેલા બંને વિદ્યાર્થીઓનો થોડાક અંતર સુધી પીછો કર્યો, પછી તેમને રસ્તામાં રોક્યા અને એક યુવકની ચાકૂ મારીને હત્યા કરી નાખી. આ સમગ્ર મામલો અમદાવાદના બોપલ વિસ્તારનો છે. રવિવારે રાત્રે બાઇક સવાર પ્રિયાંશુ જૈન તેના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા સાથે દરજી પાસે ગયો હતો. રાત્રે લગભગ 10.30 વાગે પરત ફરતી વખતે એક ઝડપી કારે તેઓને રોડ પરથી અડફેટે લીધા હતા. આ જોઈને પ્રિયાંશુએ બૂમ પાડી અને ડ્રાઈવરને કાર ધીમે ચલાવવા કહ્યું. આ સાંભળીને કાર ચાલક ગુસ્સે થઈ ગયો અને થોડે દૂર ગયા પછી તેણે કાર પાછી ફેરવી અને પ્રિયાંશુની બાઇકનો પીછો કરવા લાગ્યો. એક જગ્યાએ તેણે બાઇકની આગળ કાર રોકીને તેમનો રસ્તો બંધ કરી દીધો હતો. પહેલા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, આરોપ છે કે ત્યારબાદ કારમાં સવાર યુવકોએ પ્રિયાંશુ પર ચાકુ વડે અનેક વાર હુમલો કર્યો અને કાર સહિત ત્યાંથી ભાગી ગયો.ગંભીર રીતે ઘાયલ પ્રિયાંશુને પહેલા સરસ્વતી હોસ્પિટલમાં અને પછી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રિયાંશુ યુપીના મેરઠનો રહેવાસી છે, તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT