બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Cruise service between Surat and goa

ભેટ / સુરતીલાલાઓને મોદી સરકારની મોટી ભેટ, 31 માર્ચથી શરૂ થશે આ સુવિધા

Kavan

Last Updated: 09:58 PM, 29 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ક્રુઝ શરૂ કરવામાં આવ્યા બાદ મોદી સરકારે સુરતવાસીઓને વધુ એક ભેટ આપી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ શરૂ થશે.

  • સુરતવાસીઓને વધુ એક ભેટ
  • હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ શરૂ થશે
  • 31 માર્ચે કેન્દ્રીય મંત્રી માંડવીયા ઇ- લોકાર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે, સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રીમનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

13 થી 14 કલાકની હશે મુસાફરી 

આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે.

અઠવાડિયામાં બે ફેરા કરશે ક્રુઝ 

300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.

4 મહિના બાદ સુરતવાસીઓને મળી વધુ એક ભેટ 

આપને જણાવી દઇએ કે, ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત થવાની છે. 

જાણો શું હશે ભાડ઼ું

 

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandaviya cruise ક્રુઝ દીવ મોદી સરકાર સુરત surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ