બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 09:25 PM, 31 March 2021
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના વર્ચ્યુઅલી કરાવી હતી.
ADVERTISEMENT
13 થી 14 કલાકની હશે મુસાફરી
આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે.
અઠવાડિયામાં બે ફેરા કરશે ક્રુઝ
300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
4 મહિના બાદ સુરતવાસીઓને મળી વધુ એક ભેટ
આપને જણાવી દઇએ કે, ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત થવાની છે.
જાણો શું હશે ભાડ઼ું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.