બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:47 PM, 15 January 2025
વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે છોકરીઓએ માસૂમ બાળકી સાથે દુરવ્યવહાર એટલા માટે કર્યો કારણ કે બાળકી તેમની પાર્ટીમાં અડચણ બની રહી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ આ શરમજનક કૃત્ય વાયરલ કરવા માટે કર્યું. હાલમાં લોકો વીડિયો જોયા બાદ ભડક્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
⚠️ Warning: Disturbing footage
— Alok (@alokdubey1408) January 14, 2025
Young women abused a child who was disrupting their party in Moscow.
One of them decided to film
what she thought would be an "impressive" TikTok video.
she placed the child on the bed and kicked him hard with her foot.
🥺 https://t.co/euxD0pSmOP
રશિયાની રાજધાની મોસ્કોથી એક ખૂબ જ હેરાન કરનારો વીડિયો વાયરલ થયો છે. આમાં એક છોકરી એક નાના બાળકને પલંગ પર ઉભી રાખીને તેના કમરને નિર્દયતાથી લાત મારતી જોવા મળે છે. આ 9 સેકન્ડનો વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે ભરાયા છે અને છોકરી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિડિઓમાંના કેટલાક દ્રશ્યો વાચકોને વિચલિત કરી શકે છે.
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆત બે છોકરીઓ અને એક બાળકથી થાય છે. બંને છોકરીઓ પહેલા બાળકને પલંગ પર ઉભો કરે છે. પછી એક છોકરી ફ્રેમની બહાર થઇ જાય છે, જ્યારે બીજી છોકરી બાળકને ક્રૂરતાથી લાત મારીને પલંગ પર પછાડી દે છે. વીડિયોમાં તમે જોશો કે બાળક ખૂબ રડી રહ્યું છે, પરંતુ છોકરી તેને અવગણે છે અને કેમેરા તરફ જોતા નાચવા લાગે છે.
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ છોકરીઓએ માસૂમ બાળક સાથે ખરાબ વર્તન કર્યું કારણ કે બાળક તેમની પાર્ટીમાં અડચણ બની રહ્યું હતું. તો કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે છોકરીએ ટિકટોક પર વીડિયો વાયરલ કરવાના ઈરાદાથી આ શરમજનક કૃત્ય કર્યું છે.
આ પણ વાંચોઃ આ દેશના લોકો છે વર્કલોડથી સૌથી વધારે પરેશાન, ભારતનું રેન્કિંગ જાણશો તો ચોંકી જશો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાયરલ વીડિયોની જાણ થતાં જ રશિયન પોલીસ એક્ટિવ થઈ ગઈ અને આરોપી છોકરીઓની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી. આ વીડિયોએ ઓનલાઈન આક્રોશ ફેલાવ્યો છે. લોકોએ આરોપી છોકરીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
એક યુઝરે ટિપ્પણી કરી આ ડરામણું છે. આવી ક્રૂરતા માટે કોઈ માફી નહી. આ છોકરીઓનું સ્થાન જેલમાં છે. બીજા એક યુઝરે કહ્યું, બાળકો સામે આનાથી ખરાબ કોઈ ગુનો હોય તો મને બતાવો. જ્યારે તેમને કડક સજા મળશે ત્યારે જ તેઓ સુધરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.