કેન્દ્રીય સુરક્ષા દળ CRPFમાં 9212 જગ્યાઓ ભરવાનું એલાન કરાયું છે. રસ ધરાવતા લાયક ઉમેદવારોએ 25 એપ્રિલ 2023 પહેલા crpf.gov.in સત્તાવાર વેબસાઇટ પર જઇને અરજી કરી શકશે.
CRPFમાં નોકરી મેળવવા માગતા યુવાનો માટે ખુશખબર
કેન્દ્રીય સુરક્ષા દળ CRPFમાં મોટી ભરતીનું એલાન
કોન્સ્ટેબલની 9212 જગ્યાઓ ભરવામાં આવશે
107 જગ્યાઓ પર મહિલાઓ માટે ખાલી
CRPFમાં કોન્સ્ટેબલ બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે કોન્સ્ટેબલ (ટેક્નિકલ એન્ડ ટ્રેડ્સમેન)ની 9212 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. સીઆરપીએએફની આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 27 માર્ચ 2023થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 છે. રસ ધરાવતા ઉમેદવારો CRPFની crpf.gov.in સત્તાવાર વેબસાઇટ પર જઇને અરજી કરી શકશે.
CRPF ભરતી અરજીની મુખ્ય તારીખો:
ઓનલાઇન અરજી માટેની શરૂઆતની તારીખ- 27-03-2023
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ- 25-04-2023
પસંદગી પ્રક્રિયા:
લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ પરીક્ષા 13થી 20 જુલાઈ 2023ની વચ્ચે લેવામાં આવશે.
કોન્સ્ટેબલની પરીક્ષાના એડમિટ કાર્ડ 2023 જૂન, 25 ના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને 25 જૂન સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તક મળશે.
ખાલી જગ્યાની વિગતો
સીઆરપીએફના આ ભરતી અભિયાનમાં, ઉમેદવારોની પસંદગી કુલ 9,212 ખાલી જગ્યાઓ પર કરવામાં આવશે. જેમાંથી 9,105 જગ્યાઓ પુરુષ ઉમેદવારો માટે અને 107 પદ મહિલા ઉમેદવારો માટે છે.
અરજી ફી: સામાન્ય વર્ગ, ઇડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોના પુરુષ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100/- છે. સાથે જ એસસી-એસટી અને મહિલા ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
CRPF ભરતી માટે કેવી રીતે કરશો અરજીઃ
CRPFની ઓફિશિયલ વેબસાઈટ crpf.gov.in જાઓ .
હોમ પેજ પર ભરતી ટેબ પર જાઓ.
અરજી ફોર્મ ભરો.
બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.