Video / સુરત શાકભાજી માર્કેટમાં ભીડ, APMC બંધ થતાં લોકો ચિંતામાં

લોકડાઉન હોવા છતાં સુરતના ભાગળ વિસ્તારમાં શાક માર્કેટમાં ભીડ લાગી હતી. માર્કેટમાં ભીડ લાગવા મામલે વીટીવીએ અહેવાલ રજૂ કર્યો હતો. વીટીવીના અહેવાલ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા માર્કેટ બંધ કરાવવામાં આવ્યું છે. વહેલી સવારથી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લોકડાઉન અને 144ની કલમનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો. આ મામલે વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા માર્કેટ બંધ કરાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ