બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / મહારાષ્ટ્રના MLC ઇલેક્શનમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, NDAએ મારી બાજી

ચૂંટણી / મહારાષ્ટ્રના MLC ઇલેક્શનમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, NDAએ મારી બાજી

Last Updated: 11:02 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએલસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 37માંથી 3 ધારાસભ્યોએ પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હતી. તેમાંથી એક છે જીતેશ અંતાપુરકર અને બીજાનું નામ ઝીશાન સિદ્દીકી.

લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. પ્રારંભિક પરિણામોમાં, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના તમામ ઉમેદવારો જીત્યા છે. તેના તમામ 9 ઉમેદવારો જીત્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદાન્યા સાતવનો વિજય થયો છે. ખાસ વાત એ છે કે વોટિંગમાં કોંગ્રેસ તરફથી ક્રોસ વોટિંગ સામે આવ્યું છે. કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.

ભાજપે પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તે તમામની જીત

મહારાષ્ટ્રમાં 11 વિધાન પરિષદ બેઠકો માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં NDA ગઠબંધને મોટી જીત નોંધાવી છે. ભાજપે પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તે તમામની જીત થઈ છે. શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના બે-બે ઉમેદવારો જીત્યા. ભાજપના પંકજા મુંડે, પરિણય ફુકે, અમિત ગોરખે, યોગેશ ટીલેકર અને સદા ભાઉ ખોત જીત્યા છે. આ ઉપરાંત અજિત પવારની પાર્ટીના રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગર્જે પણ ચૂંટણી જીત્યા છે. જ્યારે શિંદેની શિવસેનાના ભાવના ગવલી અને ક્રિપાલ તુમાને જીત્યા છે.

મહાવિકાસ આઘાડીએ ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી કોંગ્રેસના પ્રજ્ઞા સાતવનો વિજય

મહાવિકાસ આઘાડીએ ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી કોંગ્રેસના પ્રજ્ઞા સાતવનો વિજય થયો છે. વોટિંગમાં કોંગ્રેસ દ્વારા ક્રોસ વોટિંગ સામે આવ્યું છે. કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એમએલસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 37માંથી 3 ધારાસભ્યોએ પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હતી. તેમાંથી એક છે જીતેશ અંતાપુરકર બીજા છે ઝીશાન સિદ્દીકી અને ત્રીજા છે સંજય જગતાપ

ઉપલા ગૃહના 11 સભ્યો 27 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણીમાં તમામ 274 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહના 11 સભ્યો 27 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે આ ચૂંટણી યોજાઈ હતી.

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Assembally MLC Election Cross Voting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ