બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ તારીખથી કરોડો લોકોને નહીં મળે ફ્રીંમાં રાશન, જાણો કેમ, આ રહ્યું કારણ

તમારા કામનું / આ તારીખથી કરોડો લોકોને નહીં મળે ફ્રી માં રાશન, જાણો કેમ, આ રહ્યું કારણ

Last Updated: 12:23 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ફ્રી રેશન યોજનાના લાભાર્થી છો, તો સંભવ છે કે આગામી મહિનાથી તમારી મફત સેવા બંધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે,પ્રધાનમંત્રી ગરીબ અન્ન મુલન યોજનાના નામે ચલાવવામાં આવતી યોજના સરકારની જન કલ્યાણ યોજના છે.

સરકારની 'જન કલ્યાણ યોજના'ની શરૂઆત કોરોનાના સમયમાં કરવામાં આવી હતી. હવે આ યોજનામાં છેતરપિંડીની ગંધ આવવા લાગી છે અને કરોડો લોકો પણ ફ્રી સ્કીમનો લાભ લઈ રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે EKYC કરાવવાની અપીલ કરી હતી. પરંતુ અત્યારે દેશમાં એવા કરોડો લોકો છે જેમણે સરકારની અપીલને અવગણી કરી છે.

80 કરોડથી વધુ લોકો પાસે છે રેશનકાર્ડ

વિભાગીય માહિતી અનુસાર, આજે દેશમાં 80 કરોડથી વધુ લોકો રેશનકાર્ડ ધરાવે છે. જેઓને મફત રાશન યોજનાનો લાભ મળી રહ્યો છે. ફરિયાદો મળી રહી છે કે દરેક રાજ્યમાં લાખો રેશનકાર્ડ ધારકો છે જેઓ ખરેખર યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નથી. હવે આવા કાર્ડ ધારકોની ઓળખ કરવામાં આવશે અને તેમનો ડેટા તૈયાર કરીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ પછી સંબંધિત કાર્ડની ચકાસણી કરવામાં આવશે. તેમજ જો કોઈ રેશનકાર્ડ નકલી હશે તો તેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો હવેથી બેંક એકાઉન્ટમાં માત્ર એક નહીં, 4-4 નોમિનીના નામ દાખલ કરી શકશો, જાણી લો આ નવો નિયમ

જણાવવામાં આવી રહ્યું છે કે, ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાંથી ૯૦ લાખ કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, આ યોજનામાં જે બદલાવ છે, તે ૧ જાન્યુઆરી પછી અમલમાં મૂકવામાં આવશે.

કાર્ડ પોર્ટેબિલિટી

આ સિવાય રાશન કાર્ડ પોર્ટેબિલિટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના શરૂ થઈ ચૂકી છે. એટલે કે તમને એક જ રેશનકાર્ડથી સમગ્ર દેશમાં ખાદ્યપદાર્થો મળશે. આ માટે ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવશે. જો કે, ઘણા રાજ્યોમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી પહેલાથી જ થઈ ચુકી છે. આનો અર્થ એ છે કે તમે ગમે ત્યાં રહો, તમને મફત રાશન યોજનાનો લાભ ચોક્કસથી મળશે. તેના માટે તમારે કાર્ડ બદલવાની જરૂર નહીં પડે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Yojana Ration Card Aadhaar Card Link Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ