બનાસકાંઠાના વાવ તાલુકામાં પાણીની રાહ જોતી કેનાલો સૂકી ભટ પડી છે. કરોડો રૂપિયા પાણીની જેમ વાપર્યા બાદ પણ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું.
બનાસકાંઠાના વાવ તાલુકામાં પાણીની રાહ જોતી કેનાલો
કરોડો રૂપિયે બનાવેલી કેનાલો ખાલીખમ
ખેડૂતોની સુખાકારી માટે બનાવેલી કેનાલો ખરા સમયે સૂકી ભટ
વાવ તાલુકા માં કેનાલ અપાઈ પણ નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલમાં પાણી આપવામાંન નીષ્ફળ નીવડ્યા છે. ખેડૂતોના પાક પાણી વગર સુકાવવાની અણી પર છે. સરકારી અધિકારીઓ સરકારની યોજના પર પાણી ફેરવી રહ્યા હોય તેવો ઘાઠ ઘડાયો છે. મહત્વપૂર્ણ છે કે ખેડૂતોએ આ મુદ્દે અનેકવાર નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ કે યોગ્ય નિરાકરણ ખેડૂતોને મળ્યુ નથી.
કેનાલમાં 15 દિવસ થી પિયત માટે પાણી મળ્યું નથી
ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખર્ચી ને અનેક વિસ્તાર માં કેનાલ આપી પણ નર્મદા વિભાગ ના અધિકારીઓ દ્રારા કેનાલ માં. પાણી ન છોડતા કેનાલ બની શોભા ના ગાઠીયા સમાન વાવ ના ચોથનેસદા ગામ ની કેનાલ માં 15 દિવસ થી પિયત માટે પાણી મળ્યું નથી.
અધિકારીઓના પાપે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા
ચોથનેસદાની ત્રણ અને ચાર માઇનોર કેનાલ માં પિયત માટે પાણી ન મળતા ખેતર માં ઉભેલ પાક સુકાઈ જાય એમ છે જેના કારણે અધિકારીઓના પાપે ખેડૂતો ને મોટું નુકસાન વેઠવું પડે એવી પરિસ્થિતિ છે ખેડૂતો એ વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે છતાં રવિ સિઝન માટે પાણી ન મળતા ખેડૂતો માં રોષ ની લાગણી જોવા મળી રહી છે સરકાર ની કરોડો ની યોજના ખેડૂતો માટે છે એ જ યોજના પર અધિકારીઓ ના પાપે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે.