બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ચા અને કરોડપતિ બનવાનું કનેક્શન શું? રોજના બે કપથી આવી રીતે બની શકશો રૂપિયાવાળા, ફોર્મ્યુલા ગજબ

બિઝનેસ / ચા અને કરોડપતિ બનવાનું કનેક્શન શું? રોજના બે કપથી આવી રીતે બની શકશો રૂપિયાવાળા, ફોર્મ્યુલા ગજબ

Last Updated: 02:53 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાના શોખીન લોકો માટે ફાયદાની વાત, રોજ ની માત્ર બે કપ ચા છોડીને તમે બની શકો છો કરોડપતિ. જાણો શું છે સ્ટ્રેટજી.

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાની ફાઈનેન્શિયલ હેલ્થ મજબૂત કરવી હોય છે અને લખપતિ કે કરોડપતિ બનવું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ચાના માધ્યમથી પણ કરોડપતિ બની શકાય છે. જો તમે પણ કરોડપતિ બનવા ઇચ્છતા હોય તો સાચી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજી, દ્રઢ સંકલ્પ અને એક લક્ષ્ય જરૂરી છે. આની સાથે તમે માત્ર રોજની બે કપ ચા  છોડવાની રહેશે. આમ પણ ચા સ્વાસ્થ્ય માટે     સારી નથી, એવામાં તમે આ એક પગલું ભરીને તમારી હેલ્થને પણ સુધારી શકો છો અને આર્શિક રીતે પણ મજબૂત બનો છો. તો ચાલો જાણીએ કે દરરોજ બે કપ ચા છોડવાથી તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો.  

mutual-fund-final

બે કપ ચા છોડીને બચાવો 20 રૂપિયા

સામાન્ય રીતે દેશમાં  ચાથી લોકોના દિવસની શરૂઆત થતી હોય છે અને શોખીન લોકો તો દિવસમાં બે વાર ચા પિતા હોય છે, જો તમે બજારમાં બે કપ ચા ખરીદીને પિતા હોય તો પછી તમે ઓછામાં ઓછા 20 રૂપિયા તો ખર્ચ કરતાં હશો. તમારે આ 20 રૂપિયાની બચત કરીને કરોડપતિ બની શકો છો. તમારે દિવસની 2 કપ ચા છોડીને બચાવેલી રકમને એક ખાસ ફોર્મ્યુલાથી ઇનવેસ્ટ કારવનું રહેશે. જો તમે દરરોજ ચાના પૈસા બચાવો છો તો મહિનાના કુલ 600 રૂપિયા બચે છે અને તેને તમે યોગ્ય સ્થાને ઇન્વેસ્ટ કરીને કરોડપતિ બની શકો છો.    

ચા છોડીને કરોડપતિ બનવાનો ફોર્મ્યુલા

મહિનાના 600 રૂપિયાને તમે મ્યુચલ ફંડમાં દર મહિને SIP ચાલુ કરી શકો છો. નોંધનીય છે કે SIP માં ઇન્વેસ્ટ કરવાથી લાંબા સમયે જબરદસ્ત ફાયદો મળે છે. અને જેનું રિટર્ન એવરેજ 12થી 18 ટકા મળતું હોય છે. એવામાં આ ઇન્વેસ્ટમેન્ટ જેટલું વહેલું શરૂ કરવામાં આવે તેટલી વધારે ફાયદાકારક હોય છે. દાખલા તરીકે કોઈ યુવક 20 વર્ષનો છે અને બે દરરોજ બે ચાના રૂપિયા બચાવીને 600 રૂપિયાની બચત કરે છે અને તેને મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં ઇન્વેસ્ટ કરે છે.

PROMOTIONAL 11

હવે તે ઇનવેસ્ટ સતત 480 મહિના કે 40 વર્ષ સુધી કરે છે, કુલ 2,88,000 રૂપિયા જમા થશે. જો કંપાઉંડીગ બેનિફિટ સાથે આ સમયગાળામાં 15 ટકા રિટર્ન પણ મળે છે, તો પછી તેની આ રકમ પર 1,85,54,253 રૂપિયા વ્યાજ મળશે અને એવાં તમારું કુલ ફંડ 1,88,42,253 રૂપિયા થાય છે. અને જો ત્યાં ઇન્વેસ્ટ પર થોડું વધારે કે 18 ટકા રિટર્ન મળે છે તો પછી તેને મળતું કંપાઉંડીગ વ્યાજ 5,12,21,120રૂપિયા થશે એન કુલ ફંડ 5.15 કરોડ રૂપિયાથી વધારે થાય છે.  

વધુ વાંચો:બજાજનો IPO તમારે લાગ્યો કે નહીં? આવી રીતે એલોટમેન્ટ કરો ચેક, આટલા ટકા નફા સાથે લિસ્ટિંગના સંકેત

લોંગ ટર્મ SIP થી કઈ રીતે ફાયદો થાય છે?

મ્યુચલ ફંડમાં SIP શરૂ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જેથી ઓછા ઇન્વેસ્ટ પર પણ લાંબા સમયે મોટો ફાયદો મળી શકે છે. કરોડપતિ બનવા માટે આ ફોર્મ્યુલા અસરકારક સાબિત થઈ શકે છે. પરંતુ મ્યુચલ ફંડમાં ઈનવેસ્ટ કરવાથી જોખમ પણ વધારે હોય છે શેરબજારમાં ઊથલપાથલ થી તમારા ઇન્વેસ્ટમેન્ટ પર મળતું રિટર્ન પણ પ્રભાવિત થઈ શકે છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Invest Strategy Business Ideas Tea Make Millionaires
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ