બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / crop insurance congress statement against gujarat government

પાક વીમો / ભાજપ સરકાર ખેડૂતોના પક્ષે છે કે, વીમા કંપનીના? કોંગ્રેસ

Last Updated: 12:02 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કમોસમી વરસાદ કેડો જ નથી મુકતો, પહેલા પાછોતરો વરસાદ પછી ક્યાર અને મહા નામનું વાવાઝોડુ. નવેમ્બરમાં પણ ગુજરાતમાં હજુ ચોમાસુ ચાલી રહ્યુ છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન માટે વીમા કંપનીઓની ચોરી પકડાઈ ગઈ છે. તેમના હેલ્પલાઈન નંબરથી ફેક ફોર્મ સુધીના ઝોલ છતા થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ આ ઘટનાને એક તક તરીકે જોઈ ખેડૂતોનો પક્ષ લઈને આંદોલનની ચિમકી આપી રહી છે.

  • ખેડૂતો માટે કોંગ્રેસના આવેદન મુદ્દે બોલ્યા મોઢવાડિયા 
  • ખેડૂત વિરોધી સરકારે અલગથી પોતાનો સર્વે કરવો જોઈએ
  • કોંગસ પ્રભારી રાજીવ સાતવનું નીવેદન

ખેડૂતોને જો પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરી જઈને આંદોલન કરવાની ચિમકી આપી છે. પાક વીમા અંગે સરકાર કંપનીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે એ મુદ્દાને પણ કોંગ્રેસે સરકાર સામેની લડતનો એક મુદ્દો બનાવ્યો છે. 


ખેડૂતો માટે કોંગ્રેસના આવેદન મુદ્દે બોલ્યા મોઢવાડિયા 
આંદોલનથી સરકારના પગ તળેથી જમીન હટી જશે, પાક વીમા યોજના ખેડૂતો નહી પણ વીમા કંપનીના લાભાર્થે બનાવાઇ છે. 24 હજાર કરોડના વળતરમાંથી વીમા કંપનીઓ કમાણી કરે છે. વીમા કંપનીઓ 16 કરોડની કમાણી કરે છે. વીમા કંપનીઓ 5 ઘણો નફો રળે છે. 

ખેડૂત વિરોધી સરકારે અલગથી પોતાનો સર્વે કરવો જોઈએ
સરકાર ખેડૂતોને વળતર આપતી નથી. વીમા કંપનીને વળતર ચૂકવવા સરકાર દબાણ કરી શકતી નથી. વીમા કંપની અને રાજ્ય સરકારે હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે ખેડૂતોનું શું?

કોંગસ પ્રભારી રાજીવ સાતવનું નીવેદન
કોંગસ હવે આગમી દિવસોમાં ખેડુતો હિતમાં આંદોલન કરશે. કોંગસ ખેડૂત હક માટે રસ્તામાં પર ઉતરશે. ભાજપ સરકારે ખેડુતો હક માટે કોઈ કામ કર્યુ નથી. અમારાં ધારાસભ્યની સંખ્યા 73 થઈ છે. ભગા બારડનાં સસ્પેન્શન ઓડર હટાવી લેવાયો જે એક સારી વાત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat government congress crop insurance કોંગ્રેસ ખેડૂત પાક વીમો ભાજપ વીમા કંપની Crop insurance
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ