નૈનીતાલની જમીન ધસી રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે ટેકરીઓ નબળી પડી રહી હોવાથી આગામી સમયમાં જોશીમઠ કરતા પણ મોટી હોનારતના ભણકારા વાગી રહ્યા છે.
ઉત્તરાખંડના વધુ એક શહેર પર સંકટ!
નૈનીતાલની જમીન ઘસવા લાગતી હોવાની ચોંકાવનારી હકીકત
10 હજાર પરિવારો પર વધી રહ્યો છે ખતરો
ખૂબસુરત પહાડી શહેર નૈનીતાલની જમીન ઘસવા લાગતી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. શનિવારે આલ્મા પહાડમાં તિરાડ પડતાં ચાર મકાન જમીનદોસ્ત થયા હતા. આ ઘટના બાદ નૈનીતાલ પ્રશાસન હરકતમાં આવ્યું છે. બાદમાં સુરક્ષાના ભાવ સાથે આલ્મા હિલ પર બનેલા 250 ઘરોને ખાલી કરવાનું શરૂ કરાયું છે. ત્રણ દિવસમાં ઘર ખાલી કરી દેવા સૂચના આપાઈ છે. વધુમાં નૈનીતાલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ ઘરમાં ડેન્જર નિશાન લાગવાયા છે. જેને લઈને અહીં રહેતા 10 હજાર પરિવારો પર ખતરો વધી રહ્યો છે.
જોશીમઠ કરતા પણ મોટી હોનારતના ભણકારા
ભૂસ્તરશાસ્ત્રી પ્રો. સીસી પંતના જણાવાયા અનુસાર નૈનીતાલની ભૌગોલિક રચના બીજા પહાડી વિસ્તાર અને શહેરોથી અલગ છે. પરિણામે વચ્ચેથી પસાર થતા નૈનીતાલ ફોલ્ટની, કુરિયા ફોલ્ટ, પાઈન્સ ફોલ્ટ, એસડેલ ફોલ્ટ, સીપી હોલો ફોલ્ટ સહિત બીજા કેટલાક નાના નાના ફોલ્ટ શહેરને અત્યંત સંવેદનશીલ બનાવી રહ્યા છે. જેને લઈને ટેકરીઓ નબળી પડી રહી છે. આથી આગામી સમયમાં જોશીમઠ કરતા પણ મોટી હોનારતના ભણકારા વાગી રહ્યા છે.
33 વર્ષથી ગેરકાયદે બાંધકામ
નૈનીતાલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવાયા અનુસાર 1989થી 2022 આ વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામો ખડકાયા છે. લોકો જો ઘર ખાલી નહિ કરે તો તેને તાળા મારવા સહિતની કડક કાર્યવાહી કરવાનું પણ જણાવાયું છે. ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે પણ આ વિસ્તારમાં વસ્તી વધારાને લઈને અભ્યાસ કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવા જણાવાયું હતું. અભ્યાસમાં એવું પણ જણાવાયું છે કે 1875માં શિમલાને માત્ર 16 હજાર લોકો માટે તૈયાર કરાયું હતું. જ્યારે હાલ 1.70 લાખ લોકો ત્યાં વસે છે.
તંત્રની બેદરકારીને પરિણામે ખૂબ બાંધકામ
નૈનીતાલની સંવેદનશીલ ટેકરીઓ ખૂબ બાંધકામ થયું છે. જેના કારણે ભૂસ્ખલનનો ભય જોવા મળી રહ્યો છે. જો પગલાં લેવામાં નહીં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે. પ્રો. પંતના જણાવાયા અનુસાર નૈની તળાવ ઉપર ડાબી બાજુએ આવેલ હોવાથી આલ્મા પહાડી વિસ્તાર વધુ સંવેદનશીલ છે. લગભગ 20 વર્ષમાં આ ટેકરી પર મોટા પાયે બાંધકામ થયું છે. વૈજ્ઞાનિકોએ અવારનવાર ચેતવણી આપવા છતાં પણ તંત્રની બેદરકારીને પરિણામે ત્યાં ખૂબ બાંધકામ થઈ રહ્યા છે.