બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 10:09 AM, 27 February 2021
ADVERTISEMENT
સુરત ક્રાઈમનું કેપિટલ બની રહ્યુ છે ધીરે ધીરે અહીં ધીંગાણાઓની સંખ્યા વધી રહી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બે યુવકો પર ફાયરિંગ થતા દોડધામ મચી ગઈ છે. કારમાં આવેલા 4થી 5 શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી ગઈ છે. બીજા યુવક પર અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. બન્ને યુવકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ફાયરિંગની ઘટનામાં એક મિસ ફાયર થયું છે. મિસ ફાયર થતા હુમલાખોર ઇજાગ્રસ્ત થયો હતો. 108 બોલાવી જાતે સારવાર લેવા જતા પોલીસે હુમલાખોરને ઝડપ્યો હતો. પાંડેસરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.