બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ત્રણ સંતાનોને મુકી પ્રેમી પાસે જતી રહી હતી પત્ની, પતિએ સાસુ-સસરાનું જ કાસળ કાઢી નાંખ્યું

મહુવા / ત્રણ સંતાનોને મુકી પ્રેમી પાસે જતી રહી હતી પત્ની, પતિએ સાસુ-સસરાનું જ કાસળ કાઢી નાંખ્યું

Last Updated: 10:47 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી અજયના પરિવારમાં અજય તેની પત્ની અને ત્રણ સંતાનો હતા. અજય અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો.અને તેની પત્નીને છેલ્લા 4 માસ થી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો

મહુવાના ખારના ઝાપા વિસ્તારમાં જમાઈએ જમ બનીને આવીને સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દીધા. પત્ની ઘરેથી જતી રહ્યાની દાજ રાખીને યુવકે સાસુ સસરા ઉપર હુમલો કરીને તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.. જે બાદ તે નાસી છૂટ્યો હતો. જો કે પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો. ઉક્ત બનાવના પગલે મહુવા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

51

શહેરના ખારા ઝાપા, શાળા નં. 7 નજીક રહેતા રમેશભાઈ ડોળાસીયા અને તેમના પત્ની ભારતીબેન ડોળાસીયા પોતાના ઘરે હાજર હતા. તેવામાં સાંજના લગભગ સાતેક વાગ્યાના અરસામાં તેમનો જમાઈ અજય ભીલ તેમના ઘરે આવ્યો હતો. અને દંપત્તિ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અજયના પરિવારમાં અજય તેની પત્ની અને ત્રણ સંતાનો હતા. અજય અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો.અને તેની પત્નીને છેલ્લા 4 માસ થી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. થોડા સમય પહેલાજ અજયની પત્નીએ તેને છોડીને પોતાના પ્રેમી પાસે ચાલી ગઇ હતી. આ જ બાબતને લઈને અજય ઉશ્કેરાયેલો હતો. અને તેણે તેના સાસુ-સસરા સાથે બોલાચાલી શરૂ કરી હતી.જોકે, બોલાચાલી ઉગ્ર બનતાં, દંપતિ કંઈ સમજે તે પહેલાં જ અજય ભીલે તેમના પર તીક્ષ્ણ હથિયાર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેણે રમેશભાઈ અને ભારતીબેનના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. બંને લોહીલુહાણ થઈને ઘરમાં જ ઢળી પડ્યા અને ઘટનાસ્થળે જ બન્નેના કરૂણ મૃત્યુ થયા હતા.

52

આ પણ વાંચોઃ આખલાનો આતંક! યુવકને શિંગડે ભરાવી ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો

આ ઘાતકી હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી જમાઈ અજય ભીલ તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. દંપતિની હત્યાની જાણ આસપાસના લોકોને થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

56

સ્થાનિકો દ્વારા મહુવા ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.મહુવા પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરાર આરોપી અજય ભીલને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બેવડી હત્યાથી મહુવા શહેરમાં ભારે શોક અને ભયનો માહોલ છવાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Murder Extra Marital Affair Son IN law
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ