બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 11:29 AM, 26 February 2021
ADVERTISEMENT
રાજકોટના બિલ્ડરના વિધવા ભાભીને વોટ્સએપમાં ધમકી અપાઇ છે. બિલ્ડર કિશોર પરસાણાના ભાભીનો વોટ્સએપ પર 72 કરોડની માગ ખંડણી કરી છે. અને નાણા ન આપે તો 3 દિકરીઓને મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે પરિવારે અમદાવાદ અભ્યાસ કરતી દીકરીઓને રાજકોટ બોલાવી છે. ક્રાઇમ બ્રાંચે બિલ્ડરની ભત્રીજીના સહધ્યાયીની ધરપકડ કરી છે.
શું છે ઘટના?
ADVERTISEMENT
રાજકોટ શહેરની પોશ ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઈ હંસરાજભાઈ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને કોઈએ વોટ્સએપ પર મેસેજ કરી 72 કરોડની ખંડણી માગી અન્યથા તેમના પરિવારની ત્રણ પુત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને કારણે ફફડી ઉઠેલા આ પરિવારે આખરે આજે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
જોઈન્ટ ફેમેલીમાં રહે છે
ફરિયાદમાં કિશોરભાઈએ જણાવ્યું છે કે, તે કુલ ત્રણ ભાઈઓ છે, સૌથી મોટા ગોવિંદભાઈ છે જે તેમની સાથે રહે છે. તેમની પત્નીનું નામ મંજુલાબેન છે, સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું 2002માં અવસાન થઈ ગયું હતું, તેના પત્ની સંગીતાબેન પણ તેમની સાથે રહે છે, તેમને સંતાનમાં બે પુત્રી ડેનીશા અને દ્રષ્ટિ છે. સૌથી નાના કિશોરભાઈ પોતે છે, તેમના પત્નીનું નામ જ્યોત્સનાબેન છે તેને સંતાનમાં પુત્ર રાજ અને પુત્રી નિજા છે.
ત્રણેય દીકરીઓને જીવવા નહીં દેવાય
22મી માર્ચના રોજ સાંજે સવા સાત વાગ્યે તેના ભાભી સંગીતાબેને તેને પોતાનો મોબાઈલ બતાવી કહ્યું કે, તેના વોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે, જેમાં રૂા. 72 કરોડ આપવાની ધમકી અપાઈ છે અન્યથા તેમની ત્રણેય દીકરીઓને જીવવા નહીં દેવાય તેમ જણાવાયું છે. તત્કાળ તેમણે આ મેસેજ જોયો હતો.
દીકરીઓને કરાઈ સુરક્ષીત
તેમના ભાભી સંગીતાબેનની પુત્રી ડેનીશા અમદાવાદ ખાતે અભ્યાસ કરતી હોવાની ધમકી આપનાર શખ્સને જાણ હોવાથી ફફડી ગભરાઈ ગયા હતા. રાજકોટથી ભત્રીજા કેવિનને તેમને લેવા અમદાવાદ મોકલ્યો હતો. રાત્રે બંને રાજકોટ આવી ગયા હતા. તેના ભાભી સંગીતાબેનની બીજી પુત્રી દ્રષ્ટિ લંડન અભ્યાસ કરતી હોવાથી ત્યાં સુરક્ષીત હોવાનું જણાતા તેને જાણ કરી ન હતી. મોટાભાઈ ગોવિંદભાઈની પુત્રી માનસી કાલાવડ રોડ પરના જાનકી પાર્કમાં સાસરે છે, પરંતુ તે તેના જ ઘરે હોવાથી તેને પણ સચેત રહેવા જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.