બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2019ની ઘટનામાં PI સહિત 4 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ, ગોંધીને માર મારવાનો આરોપ

ગાંધીધામ / 2019ની ઘટનામાં PI સહિત 4 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ, ગોંધીને માર મારવાનો આરોપ

Last Updated: 09:08 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24-08-2019ની મધરાત્રે આખું કચ્છ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યું હતું. તે રાત્રે બેથી ત્રણ વાગ્યાના અરસામાં આદિપુરના વંદના ચોકમાં આવેલી વાત્સલ્ય હોસ્પિટલમાં કાચની પેટીમાં સારવાર હેઠળ રહેલી 13 દિવસની નવજાત બાળકી ભેદી સંજોગોમાં ચોરાઈ ગઈ હતી

નવજાત બાળકી ગુમ થવાના બનાવમાં ગુનો કબૂલાવવા બાળકીની દાદી અને દાદીના નાના ભાઈને LCB ઓફિસમાં ગોંધીને ઢોર માર માર મારવાના ગુનામાં ગાંધીધામ કોર્ટે PI સહિત 4 પોલીસ કર્મચારી સામે ફોજદારી ગુનો નોંધવા હુકમ કર્યો છે. પોલીસ ઈન્વેસિ્ટગેશનની ઘોર નિષ્ફળતાના ઉદાહરણ સમાન ૨૦૧૯ના આ બનાવે કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી.

24-08-2019ની મધરાત્રે આખું કચ્છ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યું હતું. તે રાત્રે બેથી ત્રણ વાગ્યાના અરસામાં આદિપુરના વંદના ચોકમાં આવેલી વાત્સલ્ય હોસ્પિટલમાં કાચની પેટીમાં સારવાર હેઠળ રહેલી 13 દિવસની નવજાત બાળકી ભેદી સંજોગોમાં ચોરાઈ ગઈ હતી. બાળકી અધૂરાં મહિને જન્મી હતી. મૂળ રાપરના કિડીયાનગરના વતની અને મોરબીની સિરામિક ફેક્ટરીમાં મજૂરીકામ કરતા અનુસૂચિત જાતિના યુગલે દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી.મધરાત્રે ત્રણ વાગ્યે બાળકીની દાદી લક્ષ્મીબેન સોલંકીએ કાચની પેટીમાં પૌત્રીને ના જોતાં હોબાળો મચાવ્યો હતો. બનાવ અંગે 25 ઓગસ્ટે બાળકીની માતા ગીતાબેન અરવિંદભાઈ સોલંકીએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી હતી. ત્રણ દિવસ સુધી પોલીસને કોઈ ઠોસ કડી મળી નહોતી. ગુનો ઉકેલવા ઘાંઘી બનેલી LCBએ 27 ઓગસ્ટના રોજ બાળકીની દાદી લક્ષ્મીબેન અને લક્ષ્મીબેનના નાના ભાઈ વેરસી રાઠોડને પૂછપરછના બહાને LCB ઓફિસ બોલાવ્યા હતા. અહીં પૂછપરછના બહાને પોલીસ કર્મચારીઓએ બેઉને કલાકો સુધી ગોંધી રાખી ગુનો કબૂલ કરાવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચર કરી ઢોર માર માર્યો હતો. આ અંગે જાણ થતાં સમાજના લોકોએ LCB કચેરીએ દોડી જઈને હોબાળો મચાવ્યો હતો. ઘાયલ લક્ષ્મીબેનને પ્રથમ 34 કલાક માટે આદિપુર રામબાગ હોસિ્પટલમાં સારવાર માટે દાખલ કરાયેલાં અને ત્યારબાદ હોસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. સિંહાએ વધુ સારવાર અર્થે જીકે. જનરલ હોસ્પિટલ મોકલી આપેલાં. બનાવ અંગે વેરસી રાઠોડે ગાંધીધામ જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં પોલીસ વિરુધ્ધ ફરિયાદ આપી હતી.

આ પણ વાંચોઃ વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, શાળાઓમાં રજા

ગાંધીધામ કોર્ટમાં પાંચ વર્ષ અને નવ માસ દરમિયાન આ મામલે બંને પક્ષે થયેલી દલીલો, પુરાવા વગેરેને અનુલક્ષીને ગાંધીધામના અધિક ચીફ જ્યડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.બી. પરમારે LCBના તત્કાલિન પોલીસ ઈન્સપેક્ટર ડી.વી. રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ મેદુભા ચુડાસમા, મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડીયા વિરુધ્ધ ઈપીકો કલમ 323, 114, 342, 347, 348, 506 હેઠળ ગુનો નોંધી તેમને કૉર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FIR Against Police Personnel Gandhidham court Disappearance of a Newborn girl
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ