બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હત્યા, આપઘાત અને અકસ્માતની વિવિધ ઘટનાઓ, 10 લોકોના કમકમાટીભર્યા મોત

દુખદ / હત્યા, આપઘાત અને અકસ્માતની વિવિધ ઘટનાઓ, 10 લોકોના કમકમાટીભર્યા મોત

Last Updated: 12:28 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે હત્યા, આપઘાત અને અકસ્માતની ટોટલ સાત જેટલી ઘટનાઓ ઘટી , જેમાં કુલ 9 લોકો મોતને ભેટ્યા

અમદાવાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે.. શહેરના માધુપુરા વિસ્તારમાં સાળાએ બનેવીની હત્યા કરી નાખી.. બહેન સાથે પ્રેમલગ્ન કરનાર આકાશ મકવાણા સામે વેર વાળવાની ભાવના સાથે આરોપી અભિષેક પરમારે છરીના ઘા ઝિંકયા. તો હત્યાની અન્ય એક ઘટનામાં મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે યુવકની અંગત અદાવતમાં હત્યા થઇ. 24 વર્ષીય વિક્રમસિંહ વાઘેલાને પહેલા હુમલાખોરોએ કારની ટક્કર મારી અને પછી તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેનું મોત નિપજાવ્યું. હત્યાની ત્રીજી ઘટના સુરતમાં ઘટી જ્યાં ડુમસ લંગર પર યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો

1

રાજ્યમાં આજે આપઘાતની બે ઘટના સામે આવી,.. સુરતના વેસુ વિસ્તારમાં 35 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે હોટલના રૂમમાં પોતાને છરી મારી ચોથા માળેથી પડતું મુક્યું, તો રાજકોટના જસદણમાં ગઢડીયા ગામે યુવકે એકલવાયુ જીવન અને બીમારીથી કંટાળીને આપઘાત કર્યો .

2

અકસ્માતની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં રાજકોટમાં બીઆરટીએસની અડફેટે ચાર વાહન ચાલકો મોતે ભેટ્યા

3

આ પણ વાંચોઃ જેતપુરમાં સાડીના બે કારખાનામાંથી 31 બાળમજૂરો મળ્યા, ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

તો ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઇક પર સવાર યુવતીનું મોત થયું અને અમદાવાદના વટામણ-બગોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ, સરકારી બસ અને ટ્રક એકબીજા સાથે અથડાયા હતા, અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળેજ મોત થયું.

4

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assassination Death Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ