બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / crime news honey trap in Ahmedabad
Gayatri
Last Updated: 04:44 PM, 5 February 2021
ADVERTISEMENT
સ્ત્રીઓ તરફ વધુ આકર્ષિત રહેતા પુરુષો માટે ફેસબુક તેમજ સોશિયલ મીડિયા ખરેખર ખતરાની ઘંટી સમાન સાબિત થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર નોકરી ના બહાને પુરુષો સાથે મેસેન્જરમાં વાતચીત કર્યા બાદ તેમને હવસની જાળમાં ફસાવીને લાખો રૂપિયાનો તોડ કરતી અનેક ગેંગ સક્રિય થઇ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સક્રિય આ ગેંગ સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઇન્વોલ્ડ છે જે બળાત્કારની અરજીના આધારે ભોગ બનનાર પાસેથી લાખો રૂપિયા પડાવે છે.
ADVERTISEMENT
માલેતુજાર યુવકો અને આધેડ લોકોને પ્રેમજાળમાં ફસાવ્યા
જો મોબાઇલ ફોન પર કોઇ યુવતી ફોન કરીને રોંગ નંબરના બહાને વાત કરવાની કોશિશ કરે અથવા તો ફેસબુક મેસેન્જરમાં કે વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા થકી કોઇ પણ અજાણી યુવતી હાઇનો મેસેજ કરીને વાત કરવાની કોશિશ કરે તો ચેતી જજો. કારણ કે તે યુવતી તમને હનીટ્રેપમાં ફસાવી શકે છે. શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે અનેક ગેંગ સક્રિય થઇ છે જે માલેતુજાર યુવકો અને આધેડ લોકોને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેમની સાથે શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હોવાના આરોપ મૂકીને લાખો રૂપિયાનો તોડ કરી રહી છે. સગીરા, યુવતી અને આંટી આ ગેંગનાં મુખ્ય હથિયાર છે. તે લોકોની ચોઇસ પ્રમાણે તેમનો ઉપયોગ કરતી હોય છે.
હનીટ્રેપમાં ફસાવીને અઢી લાખ રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ
બે દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં રહેતા એક વેપારીએ રાધિકા મોદી, તેમજ જિતેન્દ્ર મોદી નામની વ્યકિતઓ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીમાં હનીટ્રેપમાં ફસાવીને અઢી લાખ રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ કરી છે. જ્યારે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની સંડોવણી મામલે પણ શંકા વ્યકત કરી છે. વેપારીએ જ્યારે તપાસ કરી તો બે દિવસ પહેલાં રાધિકા મોદીએ પોતાનું નામ બદલીને એક પૈસાદાર વ્યકિત પાસેથી આઠ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
નોકરીના બહાને વાતચીત કરે છે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલીક એવી ગેંગો સક્રિય થઇ છે. જેમાં યુવતી માલેતુજાર વ્યકિતઓને રોંગ નંબરના બહાને ફોન કરે અને ત્યારબાદ તેમની પાસે નોકરી માગે. નોકરી માગ્યા બાદ માલેતુજાર વ્યકિત તે યુવતીને મળે અને પછી બંને જણાં મરજીથી શારીરિક સંબંધ બાંધે. એક વાર શરીર સંબંધ બંધાયા બાદ યુવતી માલેતુજાર વ્યકિત વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં બળાત્કારની અરજી કરે છે અને ત્યારબાદ સમાધાનને બહાને મોટા પ્રમાણમાં તોડ કરે છે.
બકરો હલાલ થઇ જાય તો...નવા આઇડી, નવાં સીમ, નવા બકરા
આ ગેંગ આધેડવયની વ્યકિતઓને જાળમાં ફસાવે છે અને તેને બકરો કહેતા હોય છે. જેને હલાલ કરવા માટે નવું ફેસબુક આડી ઊભું કરવામાં આવે છે અને ડી સીમકાર્ડ એટલેકે બોગસ સીમકાર્ડ ખરીદે છે. બકરો હલાલ થઇ જતાં ફેસબુક આઇડી તેમડ સીમકાર્ડ બંધ કરી દેવામાં આવે છે.
પોલીસનો ૫૦ ટકા ભાગ
હનીટ્રેપના આ ખેલમાં પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી હોય છે. ગેંગ પહેલાં પોલીસ કર્મચારીઓ સાથે સેટિંગ કરે છે અને તેમને તોડના ૫૦ ટકા ભાગ આપી દેવામાં આવે છે. ત્યાર બાદ યુવતી, સગીરા કે આંટી ભોગ બનનારને જે તે જે પોલીસ સ્ટેશનમાં સેટિંગ હોય તેની હદમાં બોલાવે છે અને ત્યાર બાદ કોઇપણ જગ્યાની હોટલમાં લઇ જાય છે સંબંધ થઇ ગયા બાદ ભોગ બનનારાને જે તે પોલીસ સ્ટેશનની હદમાં ઊતારી દેવાનું કહે છે એટલે કે ગુનાની જે જગ્યાએ શરૂઆત થઇ ત્યાં ફરિયાદ કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.