અમદાવાદ /
હેવાનીયતે હદ વટાવી, ગેરેજમાં બાળકીને બોલાવી આધેડ કરી રહ્યો હતો અડલપા અને પછી જાણો શું થયું
Team VTV08:19 PM, 28 May 21
| Updated: 08:31 PM, 28 May 21
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી બાળકો અને મહિલાઓ સાથે છેડછાડની ઘટનાઓના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના વાડજમાં પણ બાળકી સાથએ શારિરીક છેડછાડનો કિસ્સો સામે આવ્યો છે.
વાડજમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા
ગેરેજ ચલાવનાર આધેડે કર્યા અડપલા
આરોપી બાબુભાઇ કનોજીયાની ધરપકડ
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના વાડજમાં 9 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 62 વર્ષીય આધેડ બાબુભાઇ કનોજીયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
આરોપીએ શારીરિક અડપલા કર્યા
ઉલ્લેખનીય છે કે, આરોપી બાબુભાઇ કનોજીયા વાડજ વિસ્તારમાં ગેરેજ ચલાવે છે. નજીકમાં બાળકી પોતાની સાઇકલ પર રમી રહી હતી ત્યારે આરોપીએ બાળકીને બોલાવી હતી. બાળકી ગેરેજમાં જતા તેને પકડીને આરોપીએ શારીરિક અડપલાં શરૂ કર્યા હતા.
વાડજ પોલીસે હાથ ધરી કાર્યવાહી
આ દરમિયાન નજીકની સોસાયટીમાં રહેતી એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી. જેણે આરોપી બાબુભાઈને બાળકી સાથે અડપલા કરતા જોયો હતો.આથી બાળકીના પરિવારને અને પોલીસને જાણ કરી હતી. હાલ વાડજ પોલીસે બાબુભાઇ કનોજીયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરેજનો વ્યવસાય કરે છે આરોપી
આરોપી બાબુભાઇ કનોજીયા વર્ષોથી આ વિસ્તારમાં ગેરેજ ચલાવે છે. તેને બે દીકરા અને બે દીકરી છે. બાળકીની ઉંમરના તો ઘરે પૌત્ર પૌત્રી પણ છે. પરંતુ આ હરકતથી બાબુભાઇની વિકૃત માનસિકતા સામે આવી છે. એક જાગૃત મહિલાના કારણે બાળકી વૃદ્ધના ચુંગાલમાંથી બચી ગઈ.