બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:12 PM, 23 March 2025
આજકાલ અવારનવાર ગુનાહિત ઘટનાઓ બનતી રહે છે. તમે વેશ્યાવૃત્તિ પર આધારિત ફિલ્મો જોઈ હશે, જેને જોતા તમે પણ વિચારી રહ્યા હશો કે, શું ખરેખર શહેરમાં આવા ધંધા ચાલતા હશે? તાજેતરમાં બનેલી એક ઘટનાની અમે તમને જાણકારી આપીશું, જે સાંભળતા તમે માની લેશો કે ફિલ્મોમાં દર્શાવવામાં આવતું ઘણી હદ સુધી સત્ય હોય છે. દિલ્લી પોલીસે એક સગીર છોકરા અને 22 યુવતીઓની ધરપકડ કરી છે. ઉઝબેકિસ્તાન, નેપાળ અને ભારતની આ યુવતીઓ ગુપ્ત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતી. વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી આ યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, આ બધી છોકરીઓ દિવસે સૂતી હતી અને રાત્રે સ્કૂટર પર થોડા કલાકો માટે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી હતી. દેશની રાજધાનીમાં ૭૦૦ થી ૭૦૦૦ રૂપિયાના દરે વેશ્યાવૃત્તિનો આ ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન, એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઝોમેટો અને સ્વિગીની જેમ ઓર્ડર મળતાં, ડિલિવરી બોય છોકરીઓને સ્કૂટી પર હોટલમાં લઈ જતા હતા અને પાછા લાવતા હતા.
ADVERTISEMENT
દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે પહાડગંજમાં કેટલીક હોટલ અને ઘરોમાં છોકરીઓને બળજબરીથી રાખવામાં આવી રહી છે અને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી રહી છે. આ આધારે પોલીસે ચુના મંડીમાં આવેલી 'યસ પ્લીઝ' અને 'ગોડ ઇન' હોટલ પર દરોડા પાડ્યા હતા. બે માળની ઇમારત પર પણ દરોડો પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 22 છોકરીઓને બહાર કાઢવામાં આવી હતી, જેમાં એક સગીર છોકરો અને એક ઉઝબેક છોકરીનો સમાવેશ થાય છે.
તેણે સેન્ટ્રલ દિલ્હીના DCP હર્ષવર્ધનને આ અંગે જાણ કરી હતી. આ દરોડો મધ્યરાત્રિએ પાડવામાં આવ્યા હતા. રેકેટના માસ્ટરમાઇન્ડ, નિઝામ અને રેહાન, ફરાર થઈ ગયા. તે બંને આ નેટવર્ક ચલાવતા હતા અને ઘરનો કરાર પણ તેમના નામે હતો. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. તપાસ દરમિયાન, હોટેલ 'યસ પ્લીઝ'માંથી ત્રણ છોકરીઓને અને 'ગોડ ઇન'માંથી ચાર છોકરીઓને મુક્ત કરવામાં આવી હતી. એ જ રીતે, ચુના મંડી બિલ્ડિંગમાંથી 16 છોકરીઓ મળી આવી હતી. આ છોકરીઓને નેપાળ, આસામ અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવી હતી.
આ પણ વાંચો : Video: UP ના નેતાનું સેકન્ડોમાં મોત, વોક કરતા કરતા પ્રાણપંખેરૂ ઉડી ગયા
છોકરીઓને 5 થી 10 મિનિટ માટે મોકલવામાં આવતી હતી અને તેના માટે 700 થી 10,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આર્થિક મર્યાદાઓ અને ભાવનાત્મક નબળાઈનો ઉપયોગ કરીને છોકરીઓને આ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવતી હતી. આ ખુલાસા બાદ, પોલીસ હવે સમગ્ર નેટવર્ક તોડવા અને ફરાર માસ્ટરમાઇન્ડને પકડવા માટે દરોડા પાડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.