બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મોજશોખ માટે 40 લેપટોપની ચોરી, મુદ્દામાલ વેચે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યાં, કિસ્સો રેકી કરતો
Last Updated: 11:26 PM, 18 September 2024
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાધે પટેલ અને અક્ષતસિંગ વાઘેલા છે. બંને આરોપી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. અને તેમને ચાંદખેડામાં આવેલી અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી 40 લેપટોપની ચોરી કરી હતી. 30 ઓગસ્ટ ના રોજ થયેલી ચોરીની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી ચોરીના ગુનામાં ગયેલો તમામ મુદ્દા માલ કબજે કર્યો છે. સાથે જ આરોપીઓને પૂછપરછમાં એ હકીકત સામે આવી કે મોજશોખ માટે ચોરી કરતા હતા.
ADVERTISEMENT
આ બાબતે ક્રાઈમ બ્રાંચના ACP ભરત પટેલે જણાવ્યુ હતુ કે ઝડપાયેલા બંને આરોપીની તપાસ કરતા સામે આવ્યુ કે રાધે અને અક્ષત તેમના અન્ય એક મિત્ર ધ્રુવમ સાથે પહેલી વખત સરકારી શાળામાં ગયા. ત્યારે એક જ રૂમમાં પડેલા લેપટોપ જોઈ તેમની નિયત ખરાબ થઈ હતી અને તે સ્કૂલની રેકી કરી રાતના સમયે ચોરીને અંજામ આપ્યો હતો.
ADVERTISEMENT
મહત્વનું છે કે ધ્રુવમ સરકારી શાળામાં લેપટોપ અને કોમ્પ્યુટરના મેન્ટેનન્સનું કામ કરે છે માટે તેની સાથે બંને આરોપીઓ ગયા હતા. અને 40 જેટલા કોમ્પ્યુટર સસ્તા ભાવે વેચી દેશે તો મોજ શોખ માટે રૂપિયા મળશે તેવું વિચારી બંને આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
વધુ વાંચો : VIDEO : ઘરો, રસ્તાઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં રહેલા 'મોબાઈલ'માં બ્લાસ્ટ, 11ના મોત
ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા બંને આરોપી પાસેથી કુલ 3 લાખ 47 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ આરોપી પહેલી વખત ચોરી કરી હોવાનું સામે આવ્યું છે અને ચોરીનો મુદ્દામાલ વહેંચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપી અભ્યાસ કરે છે. અને માત્ર મોજશોખ માટે થોડા રૂપિયા મળે તે માટે આ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.