બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દુષ્કર્મ કરવા અપહરણ કરીને બાળકીને વસ્ત્રાપુર તળાવ પાસે લાવ્યો, કૂતરા ભસતાં મૂકીને ભાગ્યો

અમદાવાદ / દુષ્કર્મ કરવા અપહરણ કરીને બાળકીને વસ્ત્રાપુર તળાવ પાસે લાવ્યો, કૂતરા ભસતાં મૂકીને ભાગ્યો

Last Updated: 06:07 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક 2 વર્ષની બાળકી કૂતરાને કારણે નરાધમની ચૂંગાલમાંથી બચી ગઈ હતી.

ગુજરાતમાં પરપ્રાંતિય મજૂરો માઝા મૂકી રહી છે અને અવનવા ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. આવા હેવાનો માસૂમને પણ છોડતા નથી. તાજો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરનો છે જ્યાં 2 વર્ષની એક બાળકી રેપનો ભોગ બનતાં રહી ગઈ. સદનસીબે કૂતરાઓએ ભસીને બાળકીને રેપથી બચાવી હતી. ઘટનાની વિગત એવી છે કે મૂળ બિહારના 22 વર્ષીય હેવાન વિજય મહતોએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો અને ત્યાં નરાધમ માસૂમ પર દુષ્કર્મ કરવા માગતો હતો પરંતુ સદનસીબે કૂતરાઓએ ભસીને હોહા કરી મૂકતા હેવાન બાળકી મૂકીને ભાગ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

વસ્ત્રાપુર પાસે બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી વિજયે ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો. પરંતુ શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો.

સ્થાનિકોએ બાળકીને પોલીસમાં સોંપી

સ્થાનિક લોકોએ બાળકીને રેસ્ક્યુ કરી પોલીસ સ્ટેશનમાં સોપી હતી.આ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.સીસીટીવી દ્વારા શોધખોળ કરતા વિજય મહતો નામના બિહારના આરોપી જે ફાઇવ સ્ટાર હોટલોમાં છૂટક મજૂરી કામ કરે છે તેને ઝડપી પાડ્યો હતો.

વધુ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા, પોસ્ટ ઓફિસ પાર્સલમાંથી 3.50 કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત

આરોપી સામે કેસ દાખલ

ક્રાઇમ બ્રાંચ એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad vastrapur girl kidnapping Ahmedabad Crime Branch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ