crime: 11-year-old Sagira was raped by a security guard at Daman's Marwad Government Hospital
દુષ્ક્રુત્ય /
દમણમાં મહિલા દર્દી સાથે હોસ્પિટલ આવેલી 11 વર્ષીય બાળકી પર મૂળ બિહારના નરાધમે આચર્યું દુષ્કર્મ, થઇ ધરપકડ
Team VTV09:52 PM, 15 Jan 22
| Updated: 09:55 PM, 15 Jan 22
હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે એક બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ, નરાધમ આરોપી તેના મુળ વતનમાં ભાગી જવાના ફીરાકમાં હતો પણ..
દમણમાં બાળકી સાથે દુષ્કર્મ
11 વર્ષની બાળકી સાથે હોસ્પિટલમાં દુષ્કર્મ
હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું
દમણની મરવડ સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે એક બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી હોસ્પિટલમાં બિમાર માતા સાથે આવેલી 11 વર્ષની બાળકી પર સિક્યુરિટી ગાર્ડે દાનત બગાડી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.જોકે દુષ્કર્મ આચર્યા બાદ આરોપી હોસ્પિટલથી ફરાર થઇ ગયો હતો.અને પોતાના વતન બિહાર ભાગવાની ફિરાકમાં હતો જ હતો.એ પહેલાં જ દમણ પોલીસે આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે.અને તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ
સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે આવેલી મરવડ સરકારી હોસ્પિટલમાં એક મહિલા બીમારીને કારણે દાખલ થઇ હતી.મહિલા દર્દી સાથે તેની પુત્રી પણ હોસ્પિટલ આવી હતી . આમ બીમાર મહિલાની સારસંભાળ માટે સાથે આવેલી 11 વર્ષની પુત્રી હોસ્પિટલમાં ફરી રહી હતી એ વખતે જ ફરજ પરના હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે પ્રશાંત કુમાર એ હોસ્પિટલમાં ફરતી બાળકી પર દાનત બગાડી હતી.અને પાણી પીવાના બહાને રૂમમાં જઈ અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.આમ હોસ્પિટલની સિક્યુરિટીનું કામ કરતાં સિક્યુરિટી ગાર્ડ એજ હોસ્પિટલમાં જ બાળકીને હવસનો શિકાર બનાવી હતી.અને દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ પ્રશાંતકુમાર હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.જોકે હોસ્પિટલમાં ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક દમણ પોલીસ ને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા જોતા દમણ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.અને આરોપીને શોધવા તપાસ તેજ કરી હતી.ગણતરીના સમયમાં જ દમણ પોલીસને સફળતા મળી હતી.અને બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતકુમાર વતન બિહાર ભાગવાની ફિરાકમાં હતો એ વખતે જ પોલીસે તેને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો હતો
4 મહિનાથી બજાવતો હતો ફરજ
નરાધમ આરોપી પ્રશાંતકુમાર મૂળ બિહારના જહાંનાબાદનો રહેવાસી હતો.છેલ્લા 4 મહિનાથી દમણ ની સરકારી હોપિટલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો.પોતાની ફરજ દરમિયાન હોસ્પિટલ ના દર્દીઓની સુરક્ષાની જવાબદારી નિભાવતા આ નરાધમે હોસ્પિટલ માં માતા ની સારવાર માટે આવેલ 11 વર્ષીય સગીરા ને એક્લી ફરતા જોઈ હતી.અને પાણી પીવળાવના બહાને પીડિતા ને હોસ્પિટલ ના એકાંત રૂમ માં લઇ ગયો હતો.અને ત્યાર બાદ આ હેવાને પોતાની હવસ આ બાળકી સાથે સંતોષી હતી.ઘટના ને અંજામ આપ્યા બાદ આ ઈસમ બિહાર ભાગવાની ફિરાક માં હતો.ત્યારે દમણ બસસ્ટેશન વિસ્તાર માંથી દમણ પોલીસે ઝડપી પડ્યો હતો.
5 દિવસના રિમાન્ડ મંજૂર
દમણ પોલીસ ની સતર્કતા ને કારણે આ નરાધમ બિહાર ભાગે તે પહેલા જ ઝાડપાઈ ગયો હતો.દમણ પોલીસે આરોપી ને દમણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે .આથી દમણ પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.ભૂતકાળ માં આ શેતાને કોઈ અન્ય ગુન્હાઓ માં સંડોવાયેલો છે કે નહીં તેમજ બિહાર માં કોઈ ગુન્હો આચરી દમણ ભાગી ને નથી આવ્યો ?? આ તમામ સવાલો ના જવાબો દમણ પોલીસ રિમાન્ડ દરમિયાન મેળવશે.