cricketer virendra sehwaag congratulates virat kohli in different style
ક્રિકેટ /
હાજમે કી ગોલી, ત્યોહાર મે હોલી ઓર કોહલી! પૂર્વ ભારતીય ક્રિકેટરની વિરાટ પરની કોમેન્ટ સાંભળી હસી પડશો
Team VTV02:23 PM, 04 Mar 22
| Updated: 02:28 PM, 04 Mar 22
વિરાટની 100મી ટેસ્ટ મેચના મોકા પર એક પૂર્વ ભારતીય ખેલાડીએ અલગ જ અંદાજમાં વિરાટને શુભકામનાઓ પાઠવી છે. જુઓ વીડિયો
સહેવાગે કરી મજેદાર કમેન્ટ
અલગ અંદાજમાં આપી ખેલાડીને શુભકામનાઓ
ભારત તથા શ્રીલંકા વચ્ચે મેચ
વિરાટની 100 મી ટેસ્ટ મેચ
ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી શ્રીલંકા વિરુદ્ધ મોહાલીમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. આ વચ્ચે ટીમ ઇન્ડિયામાં દિગ્ગજ ખેલાડીઓએ કોહલીને શુભકામનાઓ આપી છે. વિરાટ પીસીએ સ્ટેડિયમમાં ઉતરતા જ 100 ટેસ્ટ રમવાવાળા ભારતના 12 ખેલાડી બન્યા. BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ઘણા દિગ્ગજ વિરાટ કોહલીનાં વખાણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ જોવા મળ્યા. સેહવાગે પોતાના જ અંદાજમાં વિરાટને શુભકામનાઓ આપી છે જે ફેંસ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
સેહવાગનો અલગ સ્વેગ
વિરાટ કોહલી દિલ્લીનાં રહેવાસી છે. સેહવાગ પણ દિલ્લીથી જ છે તથા વિરાટ ભારત માટે 100મી ટેસ્ટ રમવાવાળા દિલ્લીના ત્રીજા ખેલાડી બનશે. આ ઉપલબ્ધિ પર સેહવાગે વિરાટને શુભકામનાઓ આપતા કહ્યું કે 'હાજમે કી ગોલી, ત્યોહાર મેં હોલી ઔર બેટિંગ મેં કોહલી, પૂરે ભારતકો પસંદ હૈ.' તેમણે પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને એક સારી કરિયર બનાવી તથા ભારત માટે ઘણી મેચ જીતી છે. આ ઉપલબ્ધિ માટે વિરાટને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભારત માટે 100 ટેસ્ટ રમનાર ખેલાડી
વિરાટ પહેલા જો 100 ટેસ્ટ રમવાવાળા ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, સૌરવ ગાંગુલી, ઇશાંત શર્મા, હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓ ભારત માટે 100 ટેસ્ટ રમી ચુક્યા છે. દિલ્લી તરફથી ટીમ ઇન્ડિયા માટે 100 ટેસ્ટ રમવાવાળા સેહવાગ પહેલા ખેલાડી બન્યા હતા, ત્યાર બાદ ઇશાંત શર્માએ કારનામું કર્યું અને હવે વિરાટ કોહલી ત્રીજા ખેલાડી બનશે.
વિરાટ કોહલીની ટેસ્ટ કરિયર
મોહાલીમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટ ઐતિહાસિક મુકાબલો રમી રહ્યા છે. 100 ટેસ્ટ રમવાવાળા કોહલી દુનિયાનાં 71માં તથા ભારતનાં 12માં ખેલાડી બનશે. વિરાટ કોહલીની ટેસ્ટ કરિયર અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહી છે. વિરાટે 99 ટેસ્ટ મેચમાં 50.29ની સરેરાશે 7962 રન બનાવ્યા છે. વિરાટને નામ ટેસ્ટમાં 27 સદી તથા 28 અર્ધ સદી છે. કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ 9 ટેસ્ટમાં 1004 રન બનાવ્યા છે. વિરાટની શ્રીલંકા વિરુદ્ધ સરેરાશ 77.23 છે.